હૅપી હાર્ડી ઍન્ડ હીર થશે ૩૧ જાન્યુઆરીએ રિલીઝ

06 December, 2019 10:13 AM IST  |  Mumbai

હૅપી હાર્ડી ઍન્ડ હીર થશે ૩૧ જાન્યુઆરીએ રિલીઝ

હૅપી હાર્ડી ઍન્ડ હીર

હિમેશ રેશમિયાની ‘હૅપી હાર્ડી ઍન્ડ હીર’ ૨૦૨૦ની ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેની હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ 11’માં જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ફિલ્મ વિશે જણાવતાં હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે ‘મને ‘ઇન્ડિયન આઇડલ 11’માં જજની જવાબદારી આપી હોવાથી મારે મારી ફિલ્મના પ્રમોશન માટે તારીખો સાથે તાલમેલ ગોઠવવાનો હોય છે. ફિલ્મના મ્યુઝિકને અદ્ભુત રિસ્પૉન્સ મળી રહ્યો છે અને દિવસે ને દિવસે એમાં ઉમેરો થઈ રહ્યો છે. આખા દેશમાં અમે વધુ કૉન્સર્ટ કરવા માગીએ છીએ અને એના માટે અમને વધુ તારીખો પણ જોઈએ છે. એથી અમે સાથે મળીને નક્કી કર્યું કે અમારી ફિલ્મને ૨૦૨૦ની ૩૧ જાન્યુઆરીએ રિલીઝ કરીશું.’

himesh reshammiya entertaintment