Happy Birthday: 42ની થઈ વિદ્યા બાલન, ટીવીથી બૉલીવુડ સુધીની સફર

01 January, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Happy Birthday: 42ની થઈ વિદ્યા બાલન, ટીવીથી બૉલીવુડ સુધીની સફર

તસવીર સૌજન્ય જાગરણ

પરિણીતા, કહાની, ડર્ટી પિક્ચર, કહાની-2 જેવી ફિલ્મો દ્વારા બૉલીવુડમાં પોતાની એક આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી વિદ્યા બાલન શુક્રવારે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. જ્યાં 1 જાન્યુઆરી 2021ના દેશ અને વિશ્વ નવા વર્ષનું ઉત્સવ મનાવે છે ત્યારે નવા વર્ષની સાથે સાથે આજે વિદ્યા પોતાનો જન્મદિવસ પણ ઉજવશે. વિદ્યા બાલનનો જન્મ મુંબઇના ચેમ્બુરમાં તામિલ પરિવારમાં થયું, વિદ્યાના પિતા પી.આર. બાલન ડિજિકેબલના કાર્યકારી ઉપાધ્યક્ષ છે. જણાવવાનું કે તેના ઘરે મલયાલમ અને તામિલ, બન્ને ભાષાઓમાં વાત કરવામાં આવે છે અને ખાસ વાત એ છે કે વિદ્યા સારી હિન્દી બોલી લે છે.

માધુરી દીક્ષિત અને શબાના આઝમીથી ઇન્સ્પાયર્ડ વિદ્યાએ ખૂબ જ નાની ઉંમરમાં જ બૉલીવુડમાં કમ કરવાનું મન બનાવી લીધું હતું, વિદ્યાએ ફક્ત 16 વર્ષની ઉંમરમાં જ એકતા કપૂરની ટીવી સીરિયલ હમ પાંચથી પોતાના કરિઅરની શરૂઆત કરી પણ વિદ્યા બાલન પોતાના કરિઅર ફિલ્મોમાં બનાવવા માગતી હતી. તેમના માતા-પિતાએ તેના આ નિર્ણયનું સમર્થન કર્યું, પણ સાથે જ સ્ટડી પૂરી કરવાની શરત પણ મૂકી હતી. વિદ્યા માટે ફિલ્મોમાં કરિઅર બનાવવાનો રસ્તો સરળ નહોતો. મલયાલમ અને તામિલ ફિલ્મોમાં કેટલાય પ્રયત્નો પછી પણ તે નિષ્ફળ રહી, વિદ્યાને બાંગ્લા ફિલ્મ ભાલો થેકો દ્વારા ઓળખ મળી. આ ફિલ્મમાં વિદ્યાએ આનંદીનું પાત્ર ભજવ્યું હતું. દેની માટે તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું આનંદલોક પુરસ્કાર પણ જીત્યું. જણાવવાનું કે વિદ્યા બાલને બૉલીવુડમાં પોતાનો ડેબ્યૂ ફિલ્મ પરિણીતા દ્વારા કર્યો હતો. જેના પછી તેણે બૉલીવુડમાં લગે રહો મુન્ના ભાઇ, ગુરુ અને સલામ-એ-ઇશ્ક, જેવી અનેક હિટ ફિલ્મો કરી, પણ તેને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. પણ વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' તેના કરિઅર માટે માઇલ સ્ટોન સાબિત થઈ. આ ફિલ્મમાં તેણે લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવ્યું. આ ખૂબ જ ચેલેન્જિંગ પાત્ર હતું. તેના પચી 2009માં આવેલી ફિલ્મ 'પા' અને વિશાલ ભારદ્વાજની 'ઇશ્કિયા'માં પોતાના અભિનય માટે વિદ્યાને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફૅર અવૉર્ડ પણ મળ્યો.

જેના પછી તેની સફળતાના દ્વાર ખુલી ગયા. તેના પછી તેને વર્ષ 2011માં આવેલી ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' માટે બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ અવૉર્ડ મળ્યો હતો. જણાવવાનું તે વિદ્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'ડર્ટી પિક્ચરમાં સિલ્ક સ્મિતાના પાત્રમાં ઢાળવું મારી માટે થોડું મુશ્કેલ હતું. અમારું બન્નેનું વ્યક્તિત્વ એક-બીજા કરતા ખૂબ જ જૂદું હતું, પણ સિલ્કના પાત્રએ મને મારી અંદરના નવા ભાગ સાથે મળાવી. આ ભજવતી વખતે હું મારી અંદરનો ડર અને ગભરામણ કાઢી શકી.' તો વર્ષ 2012માં આવેલી સુજૉય ઘોષની ફિલ્મ કહાનીમાં વિદ્યા બાલને ગર્ભવતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું જેના ખૂબ જ વખાણ થયા.

bollywood vidya balan bollywood news bollywood gossips entertainment news happy birthday