ગીતા કપૂરે કોરિયોગ્રાફ કરેલા આ ગીત બોલીવુડમાં આજે પણ લોકપ્રિય

05 July, 2020 06:44 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગીતા કપૂરે કોરિયોગ્રાફ કરેલા આ ગીત બોલીવુડમાં આજે પણ લોકપ્રિય

ગીતા કપૂર

બોલીવુડનાં જાણીતાં કોરિયોગ્રાફર ગીતા કપૂર આઝે 46 વર્ષના થઈ ગયાં છે. ગીતા પોતાના ખુશનુમાં અંદાજ માટે જાણીતી છે. ગીતાના ચાહકો તેમને ગીતા માઁ કહીને બોલાવે છે. જણાવીએ કે, ગીતાએ ફક્ત 15 વર્ષની વયે ફરાહ ખાન ગ્રુપ જૉઇન કર્યું હતું. પછી તેણે ફરાહ સાથે 'કુછ કુછ હોતા હૈ', 'દિલ તો પાગલ હૈ', 'કભી ખુશી કભી ગમ', 'મોહબ્બતે', 'કલ હો ના હો', 'ઓમ શાંતિ ઓમ', જેવી અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. એટલું જ નહીં તેણે ઘણી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું.

પર્સનલ લાઇફની વાત કરીએ તો ગીતા કપૂરે હજી સુધી લગ્ન નથી કર્યા. આમ તો ઘણાં સમયથી તેમનું નામ રાજીવ ખિંચી સાથે જોડાયેલું હતું. સોશિયલ મીડિયા પર આવેલી ગીતા અને રાજીવની તસવીરોને આધારે કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં આવો દાવો કરવામાં આવ્યા આવ્યો હતો કે બન્ને એક-બીજાને ડેટ કરી રહ્યા છે. પણ આ બન્નેએ આ ચર્ચાઓ પર કોઇ જ રિએક્શન આપ્યું નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રાજીવ ફિલ્મ એક્ટર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર છે. રાજીવ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે પણ તેના નામે કોઇ મોટી ફિલ્મ નથી આવી. રાજીવ ન્યૂયૉર્કના મેડિસન સ્ક્વૉયર પર થયેલ પીએમ નરેન્દ્ર મોદીની ઇવેન્ટ કોરિયોગ્રાફ કરી ચૂક્યા છે.

જુઓ ગીતા કપૂરે કોરિયોગ્રાફ કરેલા કેટલાક ગીતો જે થયા ખૂબ જ પૉપ્યુલર

તુજે યાદ ના મેરી આઈ (કુછ કુછ હોતા હૈ)

 

હે બેબી (હે બેબી)

શીલા કી જવાની (તીસ માર ખાન)

અનારકલી ડિસ્કો ચલી (હાઉસફુલ 2)

ધૂમ તાના (ઓમ શાંતી ઓમ)

46 વર્ષના ગીતાએ 'ફિઝા', 'અશોકા', 'સાથિયા', 'હે બેબી', 'તીસ માર ખાન', અને 'તેરે નાલ લવ હો ગયા' જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેઓ ટીવી પર 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ', 'ડીઆઇડી લિલ ચેમ્પ્સ' અને 'ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર'નાં રેગ્યુલર જજ છે.

happy birthday geeta kapoor bollywood bollywood news bollywood gossips