Happy Birthday Sunidhi: 18ની ઉંમરમાં લગ્ન, 1 વર્ષમાં ડિવૉર્સ, જાણો વધુ

14 August, 2020 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Happy Birthday Sunidhi: 18ની ઉંમરમાં લગ્ન, 1 વર્ષમાં ડિવૉર્સ, જાણો વધુ

સુનિધિ ચૌહાણ (તસવીર સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ)

બોલીવુડમાં એવા કેટલાય કલાકારો છે જેમણે પોતાની કાબેલિયતથી અનેકોને ચોંકાવી દીધા છે. તેમની કાબેલિયતની સાથે સાથે તેમનું સંઘર્ષ પણ લોકોને એટલું જ ચોંકાવનારું હોય છે. બોલીવુડની એક એવી જ હસ્તી છે સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan).સુનિધિ બોલીવુડના સૌથી સફળ પ્લેબૅક સિંગર્સ(Playback Singers)માંની એક છે. જો કે, આજે પણ આ વાત પર કેટલાય લોકો વિશ્વાસ નથી જ મૂકતાં કે સુનિધિ ચૌહાણે સંગીતની પરંપરાગત તાલીમ લીધી નથી. સુનિધિ ચૌહાણે જો સંગીતની તાલીમ કોઇક રીતે લીધી હોય તો તે છે ગીતને સાંભળવું અને સાંભળીને ગાવું. આજે સુનિધિ ચૌહાણ પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. ત્યારે જાણો તેના વિશે કેટલીક એવી વાતો જે કદાચ જ બધાંને ખ્યાલ હશે...

સુનિધિએ ઘણાં વર્ષો પહેલા પોતાના કરિઅરની શરૂઆત કરી દીધી હતી. જ્યારે સુનિધિ 4 વર્ષની હતી, ત્યારે તેણે પોતાનું પહેલું ગીત ગાયું હતું. સુનિધિના પિતા થિયેટર આર્ટિસ્ટ હતા. સુનિધિએ પહેલું ગીત માતાના જગરાતામાં ગાયું હતું. જ્યારે સુનિધિ ચૌહાણે એક રિયાલિટી શૉમાં ભાગ લીધો તો અભિનેત્રી તબસ્સુમે તેના ટેલેન્ટને પારખી લીધું અને તેમના પિતાને પોતાની દીકરીને લઈને મુંબઇ આવવા કહ્યું. સુનિધિએ મુંબઇ આવીને, દૂરદર્શનના એક સિંગિંગ શૉમાં ભાગ લીધો. સુનિધિએ આ શૉમાં જીત મેળવી, જેની માટે તેને લતા મંગેશકર ટ્રૉફી પણ મળી.

સુનિધિએ 16 વર્ષની ઉંમરમાં રામગોપાલ વર્માની 'મસ્ત'માં ગીત ગાયું અને તેમના બધાં ગીત હિટ રહ્યા. સુનિધિ ચૌહાણનું ઓરિજીનલ નામ નિધિ ચૌહાણ છે, પણ કલ્યાણ એકેડેમીમાં બધાંના નામ 'સ' અક્ષરથી શરૂ થાય છે. એવામાં સુનિધિ પણ નિધિમાંથી 'સુનિધિ' બની ગઈ. સુનિધિએ અત્યાર સુધી 3 હજારતી પણ વધારે ગીતો ગાઇ લીધાં છે ત્યારે તેની પર્સનલ લાઇફમાં ઘણાં ચડાવ-ઉતાર આવ્યા છે. તેણે પરિવાર વિરુદ્ધ જઈને 18 વર્ષની વયે પોતાનાથી 14 વર્ષ મોટા ડાયરેક્ટર બૉબી ખાન સાથે લગ્ન કરી લીધા. જેના પછી તેમને પરિવારનો ગુસ્સો વેઠવો પડ્યો. પણ, સુનિધિના આ લગ્ન વધારે સમય ન ટક્યા અને એક વર્ષની અંદર જ તેમના બૉબી ખાન સાથે ડિવૉર્સ થઈ ગયા.

પહેલા લગ્ન તૂટ્યાના 9 વર્ષ પછી સુનિધિને પોતાનો બીજો પાર્ટનર મળ્યો. વર્ષ 2012માં તેમણે મ્યૂઝિક કમ્પૉઝર હિતેશ સોનિક સાથે લગ્ન કરી લીધા. હિતેશ પણ સુનિધિ કરતાં 14 વર્ષ મોટા છ અને બન્ને એક-બીજાને લગભગ 15 વર્ષથી ઓળખતા હતા. હિતેશ સાથે લગ્નના 6 વર્ષ બાદ કતેમણે 1 જાન્યુઆરી 2018ના રોજ દીકરા તેઘને જન્મ આપ્યો. જણાવવાનું કે સુનિધિ ચૌહાણ હિન્દી સિવાય મરાઠી, તેલુગૂ, તામિલ, પંજાબી, કન્નડ, બંગાલી, આસામી, નેપાલી અને ઉર્દૂમાં પણ ગીતો ગાયા છે.

sunidhi chauhan entertainment news bollywood bollywood news happy birthday