Kishore Kumar Birthday: જાણો કેમ કિશોર કુમાર પર મૂકાયો બૅન

04 August, 2020 03:57 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

Kishore Kumar Birthday: જાણો કેમ કિશોર કુમાર પર મૂકાયો બૅન

કિશોર કુમાર (ફાઇલ ફોટો)

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી(Bollywood Film Industry)માં પોતાની બહુમુખી પ્રતિભા માટે જાણીતા કિશોર કુમાર(Kishore kumar) આજે પણ ચાહકોના હૈયે રાજ કરી રહ્યા છે. કિશોર કુમાર ફક્ત એક એક્ટર જ નહીં પણ ગાયક, સંગીતકાર, લેખક, નિર્માતા અને નિર્દેશક પણ હતા. આજે એ જ પ્રતિભાવાન કિશોર કુમારનો જન્મદિવસ છે. તેમનો જન્મ 4 ઑગસ્ટ,1929ના રોજ ખંડવા શહેરમાં થયો હતો. આખું વિશ્વ તેમને કિશોર કુમારના નામે ઓળખે છે પણ હકીકતે તેમનું નામ આભાસ કુમાર ગાંગુલી હતું. ઇન્ડસ્ટ્રીમાં કિશોર કુમાર સાથે જોડાયેલા ઘણાં કિસ્સા આજે પણ જાણીતા છે. આ ખાસ દિવસે કિશોર કુમાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

કિશોર કુમારનો જન્મ એક મધ્યમવર્ગીય બંગાલી પરિવારમાં અધિવક્તા કુંજીલાલ ગાંગુલીના ઘરે થયો. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તે હંમેશાંથી મહાન અભિનેતા અને ગાયક કે.એલ.સહેગલના ગીતોથી પ્રભાવિત હતા અને તેમની જેમ જ સિંગર બનવા માગતા હતા. સહગલને મળવાની ઇચ્છા સાથે કિશોર કુમાર 18 વર્ષની ઉંમરે મુંબઇ પહોંચ્યા. પણ તેમની ઇચ્છા પૂરી ન થઈ શકી. પણ તે સમયે તેમના મોટા ભાઈ અશોક કુમાર અભિનેતા તરીકે અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યા હતા. જણાવવાનું કે કિશોર કુમારને ગાયક તરીકે સૌથી પહેલા 1948માં બૉમ્બે ટૉકીઝની ફિલ્મ 'જિદ્દી'માં સહેગલના અંદાજમાં અભિનેતા દેવાનંદ માટે 'મરને કી દુઆએં ક્યૂં માગું...' ગાવાની તક મળી.

કિશોર કુમાર એક મોજીલા માણસ હતા. તે ક્યારે શું કરે તે કોઇ જાણતું નહોતું. એક વાર લગભગ બે વર્ષ માટે તેમના ગીતો પર બૅન મૂકી દેવામાં આવ્યો. હકીકતે, વર્ષ 1975માં દેશમાં લાદવામાં આવેલી ઇમરજન્સી દરમિયાન દિલ્હીમાં એક સાંસ્કૃતિક આયોજનમાં તેમને ગાવાનું આમંત્રણ આપવામાં આવ્યું. કિશોર કુમારે આ માટે ફી માગી તો આકાશવાણી અને દૂરદર્શન પર તેમના ગીતો પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા.

કિશોર કુમારને લઈને હજી એક વાત ખૂબ જ જાણીતી છે અને તે છે તેમને કોઇપણ પાર્ટીનો હિસ્સો બનવું પસંદ નહોતું. એકવાર એક ઇન્ટરવ્યૂમાં જ્યારે રિપોર્ટરે તેમને પૂછ્યું કે તમે કોઈ પાર્ટીમાં નથી જતાં, ઘરે એકલા જ રહો છો. ત્યારે તેમણે કહ્યું હું સાવ એકલો નથી. મારા ઘરે મૂકવામાં આવેલા છોડવાઓ સાથે વાતો કરું છું, અહીં સુધી કે મેં તેમના નામ પણ રાખ્યા છે.

જણાવવાનું કે 13 ઑક્ટોબર, 1987ના કિશોર કુમાર આ વિશ્વ છોડીને ચાલ્યા ગયા. તેમનું નિધન મુંબઇમાં થયું. પોતાના અવાજમાં આપેલા ગીતો દ્વારા કિશોર કુમાર આજે પણ આપણી વચ્ચે જીવે છે.

bollywood bollywood news bollywood gossips happy birthday kishore kumar