Happy Birthday Jagjit Singh: જાણો તેમના બાળપણના રસપ્રદ કિસ્સા

08 February, 2020 04:12 PM IST  |  Mumbai Desk

Happy Birthday Jagjit Singh: જાણો તેમના બાળપણના રસપ્રદ કિસ્સા

પોતાની ગઝલો દ્વારા દર્શકોના દિલ પર આજે પણ રાજ કરી રહ્યા છે, ગઝલ ગાયક જગજીત સિંહ. તેમની ગાયકીને ન તો ફક્ત દેશમાં જ નહીં વિદેશોમાં પણ દર્શકો, શ્રોતાઓ સાંભળે છે. આજે જગજીત સિંહનો જન્મદિવસ છે. તેનો જન્મ 8 ફેબ્રુઆરી, 1941ના શ્રી ગંગાનગર, રાજસ્થાનમાં થયો હતો. પ્રેમ ભરી ગઝલોના માલિક જગજીત સિંહ બાળપણમાં સામાન્ય બાળકોની જેમ જ ખૂબ જ મસ્તીખોર હતા. આજે અમે તમને જગજીત સિંહના જન્મદિવસના ખાસ અવસરે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે કદાચ જ તમે જાણતાં હશો.

જગજીત સિંહે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી બધી વાતોનો ખુલાસો કર્યો હતો. અહીં સુધી કે તેમણે ઇન્ટરવ્યૂમાં પોતાના બાળપણની મસ્તીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે બાળપણમાં ખૂબ જ મસ્તીખોર હતા. જગજીતની સ્ટડીમાં મન નહોતું લાગતું. તેનું મન વધારે મસ્તી અને ફિલ્મો જોવા માટે લાગતું હતું. તે પોતાના ઘરવાળાથી છુપાઇ-છુપાઇને ફિલ્મો જોવા જતો હતો. ઘણીવાર તો ટિકિટના પૈસા ન હોવાને કારણે તે સિનેમા હૉલમાં ટિકિટ કલેક્ટરનું ધ્યાન ભટકાવીને ઘૂસી જતા હતા. પણ એક વાર તેમના પિતાએ તેમને મૂવી જોતાં પકડી પાડ્યા હતા. તેના પછી જગજીતને તેઓ સિનેમા હૉલમાંથી કાન પકડીને ઘરે લઈ આવ્યા હતા અને તેની ખૂબ જ ધોલાઇ કરી.

આ સિવાય તેમણે જણાવ્યું કે સંગીતમાં તેમનો રસ જોઇને જ તેમના પિતાએ જગજીતને સંગીત શીખવાડવા માટે એક માસ્ટર લગાડી આપ્યા હતા. જેથી તે સંગીતમાં એક્સપર્ટ થવાની સાથે સ્ટડીને પણ ગંભીરતાથી લઇ શકે. પણ થયું તેનું ઉંધું જગજીત સંગીત તો ખૂબ જ ધ્યાનથી શીખ્યા પણ તેઓ તે વર્ષે પરીક્ષામાં નાપાસ થઈ ગયા. જગજીતે આનો ઠીકરો પણ તેમના પિતા પર પર ફોડી દીધો. તેમનું કહેવું હતું કે સંગીતની શિક્ષામાં તે એટલા તલ્લીન થઈ ગયા કે તેમને સ્ટડીનું ધ્યાન જ ન રહ્યું અને તે પરીક્ષામાં ફેલ થઈ ગયા.

jagjit singh happy birthday bollywood