આ કારણસર થયા અરબાઝ અને મલાઇકાનાં ડિવૉર્સ, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

04 August, 2020 12:36 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

આ કારણસર થયા અરબાઝ અને મલાઇકાનાં ડિવૉર્સ, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

અરબાઝ ખાન, મલાઇકા અરોરા

અરબાઝ ખાન(Arbaaz Khan)નો જન્મ 4 ઑગસ્ટ 1967ના થયો હતો, અભિનેતા તરીકે તેમનું કરિઅર ખાસ સફળ ન રહ્યું પણ ત્યાર બાદ તેમણે ભાઈ સલમાન ખાન(Salman Khan) સાથે મળીને દબંગ(Dabangg) સહિત અન્ય ઘણી ફિલ્મો બનાવી જેમાં તેમને સારી સફળતા મળી. વર્ષ 2017માં અરબાઝે પત્ની મલાઇકા અરોરા(Malaika Arora) સાથે છૂટાછેડા લીધા. આ ડિવૉર્સ(Divorce)નું કારણ તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

અરબાઝ ખાન અને મલાઇકા અરોરાના મુલાકાત વર્ષ 1993માં કૉફની એડ શૂટ દરમિયાન થઈ હતી. આ શૂટ દરમિયાન જ બન્નેને એક-બીજા સાથે પ્રેમ થયો અને પાંચ વર્ષ ડેટ કર્યા બાદ ડિસેમ્બર 1998માં બન્નેએ ક્રિશ્ચિયન અને મુસ્લિમ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતાં.

લગ્નના કેટલાક સમય પછીથી બન્ને વચ્ચે મતભેદ થવા લાગ્યા. મલાઇકા સાથેના ડિવૉર્સ અંગે અરબાઝે કહ્યું, "બધું બરાબર લાગતું હતું પણ આ તૂટી ગયું. જો કંઇ પણ ખોટું નથી, તો બહેતર છે કે બે લોકોએ પોતાનું જીવન જાતે આગળ વધારવું અને આ નિર્ણય લેવો જોઇએ."

કરીના કપૂરના શૉમાં મલાઇકાએ કહ્યું હતું કે, "તમે કોઈ પણ સંબંધને પાછળ છોડીને આગળ વધો છો તો ઘણીવાર કોઇકને ને કોઇકને જવાબદાર ઠેરવો છો. અમે આ સંબંધથી ખુશ નહોતા. અમે એક-બીજાને ખુશ રાખી શકતા નહોતાં, જેના કારણે આસપાસના લોકો પર પણ આની ખરાબ અસર થતી હતી."

ડિવૉર્સ બાદ પણ અરબાઝ અને મલાઇકા વચ્ચે સારા સંબંધો છે. એક તરફ જ્યાં અરબાઝ જૉર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરે છે તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે મલાઇકા, અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

arbaaz khan happy birthday bollywood bollywood news bollywood gossips