03 October, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશ
બે કરોડ રૂપિયા કરતાંય ઓછા બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ની સીક્વલ પણ ઓછા જ બજેટમાં બનાવવામાં આવશે. આ સીક્વલના બજેટ વિશે પ્રોડ્યુસર અનુપ્રિયા નાગરે કહ્યું હતું કે ‘મારી વિચારસરણી એકદમ સ્પષ્ટ છે. મારું માનવું છે કે બીજી ફિલ્મનું બજેટ પણ પહેલી ફિલ્મ જેટલું જ મિનિમમ હોવું જોઈએ. માત્ર ૧૦ કરોડ રૂપિયા કે ૨૦ કરોડ રૂપિયા વધારે ખર્ચવાથી ફિલ્મ વધુ સારી નહીં બની જાય, એનાથી વિઝ્યુઅલ ઇફેક્ટ અથવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો બિનજરૂરી ઉપયોગ થઈ શકે છે જેની વાર્તાને કદાચ જરૂર ન હોય અને એનાથી ફિલ્મની વાસ્તવિકતા પર અસર પડી શકે છે. અમે જે સમયગાળો દર્શાવી રહ્યા છીએ એમાં માત્ર પાત્રો જ મહત્ત્વપૂર્ણ નથી; એ સમયનાં દૃશ્ય, વિઝ્યુઅલ ટેક્સ્ચર, વાતાવરણ અને દુનિયા પણ એટલી જ જરૂરી છે. આ કારણે વાસ્તવિકતા જાળવી રાખવી અમારી પ્રાથમિકતા છે. દર્શકોએ અમને ખૂબ પ્રેમ અને સાથ આપ્યો છે, તેથી અમે પૈસા બરબાદ કરી શકીએ નહીં. હા, જો આગામી વાર્તા માટે ખરેખર વધારે બજેટની જરૂર પડશે તો અમે એને ચોક્કસ વધારીશું.’