દિલજિતની ફિલ્મમાં હજી પણ છે પાકિસ્તાની ઍૅક્ટ્રેસ?

11 June, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આ ફોટોમાં ટી-શર્ટ પર હાનિયા આમિરનો નહીં પણ મલેશિયન ઍક્ટ્રેસ મિશેલનો ફોટો છે.

કેટલાક ફૅન્સને લાગે છે કે દિલજિતે જે ટી-શર્ટ પહેર્યું છે એના પર હાનિયાનો ફોટો છે.

પંજાબી સિંગર દિલજિત દોસંઝની ફિલ્મ ‘સરદારજી 3’ની ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બાવીસમી એપ્રિલે થયેલા પહલગામ અટૅક પછી ભારત-પાકિસ્તાનના સંબંધ વણસવાને લીધે ચર્ચા હતી કે દિલજિતની ફિલ્મમાંથી હાનિયા આમિરને હટાવી દેવામાં આવી છે. જોકે દિલજિતે શૅર કરેલી ફિલ્મની બિહાઇન્ડ ધ સીન્સ તસવીરોમાં હાનિયા હોવાનો ફૅન્સ દાવો કરી રહ્યા છે. કેટલાક ફૅન્સને લાગે છે કે દિલજિતે જે ટી-શર્ટ પહેર્યું છે એના પર હાનિયાનો ફોટો છે. આ ચર્ચા વાઇરલ થતાં આખરે દિલજિતે સ્પષ્ટતા કરી છે.

ચર્ચામાં આવ્યા પછી દિલજિતે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક સ્ટોરી શૅર કરી છે જેમાં દિલજિત એક ટી-શર્ટ પહેરીને ઊભેલો જોવા મળે છે જે બિહાઇન્ડ ધ સીન્સ ફોટોમાં દેખાતા ટી-શર્ટ જેવું છે. જોકે આ ફોટોમાં ટી-શર્ટ પર હાનિયા આમિરનો નહીં પણ મલેશિયન ઍક્ટ્રેસ મિશેલનો ફોટો છે.

diljit dosanjh bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news