ગુરુ દત્તની પ્યાસાનું 4Kમાં રીસ્ટોરેશન, યોજાયું વિશેષ પ્રીમિયર

09 August, 2025 06:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુ દત્તના સિનેમૅટિક માસ્ટરપીસ ‘પ્યાસા’ને 4Kમાં રીસ્ટોર કરવામાં આવી છે.

પ્રીમિયર

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની પહેલ નૅશનલ ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન-નૅશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઑફ ઇન્ડિયા દ્વારા ગુરુ દત્તના સિનેમૅટિક માસ્ટરપીસ ‘પ્યાસા’ને 4Kમાં રીસ્ટોર કરવામાં આવી છે. આ પ્રસંગે એક વિશેષ પ્રીમિયર યોજાયું. આ પ્રીમિયર પહેલાં ગીતકાર જાવેદ અખ્તર, ફિલ્મમેકરો હંસલ મહેતા, આર. બાલ્કી, સુધીર મિશ્રા અને વરિષ્ઠ પત્રકાર તથા ફિલ્મ-વિવેચક ભાવના સોમૈયા સાથે આકર્ષક પૅનલ-ચર્ચા યોજાઈ. પૅનલે ગુરુ દત્તના ભારતીય સિનેમા પરના અજોડ પ્રભાવ વિશે ઊંડી ચર્ચા કરી.
ગુરુ દત્તની કૃતિઓ આ સપ્તાહના અંતે PVR INOX અને Cinepolis થિયેટર્સમાં પ્રદર્શિત થઈ રહી છે જેમાં ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘આર-પાર’, ‘ચૌદહવીં કા ચાંદ’, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ અને ‘બાઝ’નો સમાવેશ થાય છે.

guru dutt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news javed akhtar