દિકરીને મળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ ગુરુ દત્તની

10 October, 2020 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિકરીને મળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ ગુરુ દત્તની

ફાઈલ તસવીર

ભારતના ઑર્સન વેલ્સ કહેવાતા ડાયરેક્ટર, કોરિયોગ્રાફર અને અભિનેતા ગુરુ દત્તની આજે પૂણ્યતિથી છે. તેમણે 1944માં ચાંદ ફિલ્મથી ફિલ્મી જગતમાં પોતાની કારકિર્દીની  શરૂઆત કરી હતી. 10 ઑક્ટોબર, 1964ના રોજ તેમનું રહસ્યમય મોત થયુ હતું. એવુ કહેવાય છે કે લાંબા સમય સુધી દારૂના નશામાં રહ્યા બાદ તેમણે આત્મહત્યા કરી હતી. પરંતુ ખરુ કારણ આજ સુધી સ્પષ્ટ થયુ નથી.

ગુરુ દત્તે 1953માં ગીતા રોય સાથે લગ્ન કર્યા હતા. બીબીસીના રિપોર્ટ અનુસાર, 9 ઑક્ટોબરે જ્યારે ગુરુ દત્તના મિત્ર અબરાર અલી તેમને મળવા ગયા ત્યારે તે ખૂબ જ નશામાં હતા. આ દરમિયાન તેમની ગીતા દત્ત સાથે ફોન પર ઝઘડો થયો હતો. નશાની હાલતમાં તેમણે ગીતાને અલ્ટીમેટમ આપ્યું કે, દિકરીને મારી પાસે મોકલ નહીંતર તુ મારુ મરેલુ શરીર જોઈશ.

રાતના એક વાગ્યે બંને જમ્યા અને તે પછી અબરાર પોતાના ઘરે નીકળી ગયા હતા. બીજા દિવસે બપોરે તેમને ફોન આવ્યો કે ગુરુ દત્તની તબિયત ખરાબ છે. જ્યારે અબરાર ગુરુ દત્તના ઘરે પહોંચ્યા ત્યારે જોયું કે તે કુરતા-પાયજામામાં પલંગ ઉપર સૂતેલા હતા. પલંગની બાજુમાં એક ટેબલ ઉપર એક ગ્લાસ હતું, જેમાં ગુલાબી પદાર્થ હતું. અબરારને સમજાયુ કે ગુરુ દત્તે આત્મહત્યા કરી છે.

અબરારે કહ્યું કે, ગુરુ દત્તે મને કહ્યું હતું કે ઉંઘની ગોળી એવી રીતે લેવી જોઈએ જેવી રીતે મા પોતાના દિકરાને ગોળીઓ આપતી હોય.પીસીને અને પછી તેમાં પાણી મિક્સ કરીને તેને પીવુ જોઈએ. પહેલા હું આ વાતને મજાકમાં લેતો હતો પરંતુ મને આઈડિયા નહીં કે ગુરુ દત્ત આ મજાકને પોતાના ઉપર જ કરશે. 

bollywood entertainment news