ગુંજન સક્સેના કહે છે કે હું મારી સિદ્ધીઓ પર કોઇને ધૂળ નહીં નાખવા દઉં

17 August, 2020 10:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુંજન સક્સેના કહે છે કે હું મારી સિદ્ધીઓ પર કોઇને ધૂળ નહીં નાખવા દઉં

ગુંજન સક્સેના, જાનવી કપૂર સાથે

ગુંજન સક્સેના ફિલ્મને લઇને વિવાદનો વંટોળ ઉઠ્યો છે. તેમાં દર્શાવાયેલ અમુક બાબતો પર લોકો વાંધો લઇ રહ્યા છે કે છોકરીઓ સાથે આટલો કપરો વહેવાર નથી થતો. વળી ફિલ્મમાં દર્શાવાયેલી બાબતોમાં દમ નથી એવું ય કહેવાયું અને આ તબક્કે એક મીડિયા હાઉસ માટે લખેલા વિશેષ બ્લોગમાં ગુંજન સક્સેનાએ ઉભરો ઠાલવી પોતાના મનની વાત જણાવી હતી. જુઓ તેના બ્લોગના અંશ અહીં રજુ કર્યા છે. 

"એવો સમય પણ આવે છે જ્યારે અફવાના પવનો અને ખોટી વાતોથી તમારી ઓળખ ઉપર શંકાની ધૂળ આવે છે. કમનસીબે છેલ્લા અમૂક દિવસોથી હુ આ તોફાનનો સામનો કરી રહી છું. સોશ્યિલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા અમૂક લોકો મારી ઓળખ અને અસ્તિત્વને બગાડી રહ્યા છે. સમય આવી ગયો છે કે હું આ બાબતે સ્પષ્ટતા કરું.

પહેલી અને મહત્વની વાત, હું વાસ્તવમાં કોણ છું? હું વાચકોને કહેવા માગુ છુ કે મારી બાયોપીકમાં દર્શાવવામાં આવ્યુ તેના કરતા હુ વધુ મજબૂત અને મક્કમ છું. એરફોર્સમાં મારા આઠ વર્ષની નાની કારકીર્દીમાં મે સિનિયર્સ, જુનિયર્સ અને સાથીઓની પ્રશંસા અને આદર મેળવ્યુ છે જે મારા માટે અમૂલ્ય છે. અમૂક લોકોનું જૂથ મારી પ્રતિષ્ઠા ઉપર વાહિયાત શબ્દોથી પ્રહાર કરી રહ્યા છે જે નિરાશાજનક છે. હુ નસીબદાર છુ કે આઈએએફમાં ઘણી બધી જગ્યાએ પહેલુ નામ મારુ છે.

હેલીકોપ્ટર ટ્રેનિંગમાં કોમ્બેટ ઝોનમાં ફ્લાય કરનારી પહેલી મહિલા (લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ ઉલ્લેખ છે), મહિલા હેલિકોપ્ટર્સ પાઈલેટ્સમાં પહેલી ‘બીજી’ અને હું પહેલી મહિલા છુ જેણે જંગલ અને સ્નો સર્વાઈવલ કોર્સ કર્યો છે. અન્ય ઘણી નાની સફળતાઓ છે, પરંતુ મારી વાર્તામાં તે નોંધપાત્ર નથી.

આ દરેક જગ્યાએ હું ‘ફર્સ્ટ’ હતી તે સાબિત કરતા દસ્તાવેજો આઈએએફના રેકોર્ડ્સમાં છે. તે મારુ ઓળખપત્ર અને સફળતા છે. મહેનત કરીને મે આ ટ્રોફી મેળવી છે અને કોઈ પણ આ બાબતે આંગળી ઉઠઆવી શકે નહીં. એક આર્ટિકલમાં લખ્યુ છે કે કારગીલ યુદ્ધમાં હુ પ્રથમ મહિલા પાઈલેટ નહોતી. તમે બધાએ આ વાહિયાત પ્રચાર વાચ્યો હશે. આ લેખક એર ફોર્સની વિશ્વસનીયતા ઉપર સવાલ કરી રહ્યો છે.

મને લાઈમ લાઈટમાં આવવાનો શોખ નથી. આઈએએફએ મારી સફળતા વિશે મીડિયાને અવગત કર્યું છે. પહેલા અને અત્યારના સમયમાં પણ હું મીડિયામાં કમ્ફર્ટેબલ નથી. પરંતુ કોઈ પણ એ હકીકતનો કેવી રીતે અસ્વિકાર કરે કે કારગીલ યુદ્ધમાં હું અગ્રણી મહિલા ઓફિસર હતી?

શૌર્ય ચક્ર વિજેતા માટે મે કે ફિલ્મ નિર્માતાઓએ ક્યારે પણ દાવો કર્યો નથી. કારગીલ બાદ મને ઉત્તર પ્રદેશમાં સિવિલય ઓર્ગેનાઈઝેશન પાસેથી શૌર્ય વીર એવોર્ડ મળ્યો હતો. ઈન્ટરનેટના અમૂક લોકોએ વીરને ચક્રમાં ફેરવી દીધો છે. મીડિયા સાથેની વાતચીતમાં મેં આ બાબતે ઘણીવાર સ્પષ્ટતા આપી છે. તેમ છતા મને જ બ્લેમ કરવામાં આવે તે યોગ્ય છે?

ફિલ્મના રિલીઝ બાદ જેન્ડર પક્ષપાતનો છે. નેટફિલ્ક્સમાં ફિલ્મ આવી તે પછીથી કહેવાય છે કે આઈએએફની પ્રતિષ્ઠાને હાનિ પહોચી છે. સૌથી પહેલી વાત આઈએએફ એક મોટી પ્રતિષ્ઠિત ફોર્સ છે. હું મારી વાત કરુ તો મે જ્યારે જોઈન કર્યુ ત્યારે સ્ત્રી-પુરુષનો ભેદભાવ નહોતો. પણ હા બે વ્યક્તિઓ સરખી નથી હોતી અને અમૂક લોકો બીજા કરતા સારી રીતે અનુરૂપ બની જાય છે. વિવિધ મહિલાઓના અનુભવ પણ અલગ-અલગ હશે. પણ મહિલા તરીકે મે ઘણા પડકારોનો સામનો કર્યો છે. પરંતુ તે ઓર્ગેનાઈઝેશન સ્તરે ન હોવાથી મને હંમેશા સરખી તક મળી હતી. મારા શરૂઆતના વર્ષોમાં મે ક્યારે પણ ઈન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત ફરિયાદ કરી નહોતી પછી ભલે ટોઈલેટ ન હોય કે મહિલાઓ માટેનો ચેન્જિંગ રૂમ ન હોય. ઉલટું સર્વાઈવલ કોર્સ વખતે મે એક મહિનો એક જ ટેન્ટમાં પુરુષ સાથે વિતાવ્યો છે. ઘણી વાર ખુલ્લા જંગલમાં મારે ફ્રેશ થવું પડ્યું છે પણ મેં ક્યારે પણ સવલતોની માગણી કરી નહોતી.હું એમ કહેવા માગું છું કે હું ક્યારેય પણ આવા નાના મુદ્દે આઈએએફની સામે નથી થઈ અને થઈશ પણ નહી. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે હું ટોઈલ્ટ્સ નથી એના માટે ફરિયાદ કરી રહી છુ. પણ હા આ મુદ્દો પણ મહત્વનો છે.

ફિલ્મનો ધ્યેય એ છે કે લોકો પોતાના સ્વપ્નને પુરો કરવા માટે પ્રોત્સાહિત થાય. આખી સ્ટોરીલાઈન એક જર્ની ઉપર છે, કે મારા સ્વપ્ન કઈ રીતે હકીકત બન્યા. હું સમજી શંકુ છું કે ફિલ્મ કારગીલ યુદ્ધની ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો નહોતો. પરંતુ ફિલ્મમાં મારી નાની સફળતાઓને દર્શાવવાનો હતો. અંતે હું એટલુ જ કહીશ કે સેલીબ્રિટી સ્ટેટસ એક નોવલ વાયરસ છે જે મને ક્યારે પણ ઈન્ફેક્ટ નહી કરે. હુ જન્મી તે દિવસથી હુ મિલેટ્રી યુનિફોર્મમાં લોકોને જોઉં છું. મારા બંને ભાઈ આર્મડ ફોર્સમાં છે."

kargil kargil war