ફિલ્મમેકર દીકરીને મળ્યો ગીતકાર પપ્પાનો સપોર્ટ

12 September, 2026 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯૨ વર્ષના ગુલઝાર ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે, પણ દીકરી મેઘના ગુલઝારની ફિલ્મની રિલીઝ વખતે તેને ખાસ પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ફિલ્મમેકર દીકરીને મળ્યો ગીતકાર પપ્પાનો સપોર્ટ

‘દાયરા’ની મ્યુઝિક-લૉન્ચ ઇવેન્ટમાં ફિલ્મનાં કલાકારો કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની સાથે કવિ અને ગીતકાર ગુલઝાર પણ હાજર રહ્યા હતા. ૯૨ વર્ષના ગુલઝાર ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે, પણ દીકરી મેઘના ગુલઝારની ફિલ્મની રિલીઝ વખતે તેને ખાસ પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

લહેરિયામાં લાડી
૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મમેકર મેઘના ગુલઝારની ફિલ્મ ‘દાયરા’ની ગઈ કાલે જુહુ ખાતે આવેલી જે.ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં યોજાયેલી મ્યુઝિક-લૉન્ચ ઇવેન્ટમાં ફિલ્મની આખી ટીમ સાથે અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. આ ખાસ પ્રસંગે કરીનાએ પેસ્ટલ શેડ્સવાળી લહેરિયા સ્ટાઇલની સાડી પસંદ કરી હતી. આ સાડી સાથે કરીનાએ ભારે કુંદન સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યો હતો, જેણે તેના સમગ્ર લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

gulzar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news kareena kapoor meghna gulzar