ગુલાબો સિતાબો ફેમ અમિતાભ બચ્ચનનાં ઑનસ્ક્રીન બેગમ Farrukh Jafferનું નિધન

16 October, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફારુખ છેલ્લે ગુલાબો સિતાબો ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બેગમની ભૂમિકા ભજવી હતી. ફાતિમા બેગમ, અમિતાભ બચ્ચનના પાત્ર મિર્ઝાની પત્ની હતી. જે 95 વર્ષની ઉંમરમાં પોતાની હવેલી બચાવવા માટે પોતાના જૂના પ્રેમી સાથે ભાગી જાય છે.

ફારુખ ઝફર

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સીનિયર એક્ટ્રેસ ફારુખ જફરનું 88 વર્ષની વયે નિધન થઈ ગયું છે. આ વાતની માહિતી તેમના પૌત્રએ આપી છે. પૌત્રએ જણાવ્યું કે શુક્રવાર, 15 ઑક્ટોબરના લખનઉમાં બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ ફારુખ જફરે પોતાના અંતિમ શ્વાસ લીધા. ફારુખ જફરનાં નિધનનાં સમાચાર તેમના પૌત્ર શાઝ અહમદે ટ્વિટર દ્વારા શૅર કર્યા છે. તેણે ટ્વિટર પર લખ્યું, "મારી દાદી અને સ્વતંત્રતા સેનાનીની પત્ની પૂર્વ એમએલસી વરિષ્ઠ અભિનેત્રી ફારુખ જફરનું આજે સાંજે 7 વાગ્યે લખનઉમાં નિધન થઈ ગયું છે."

`બેગમ ગઈ`
ફારુખ છેલ્લે થોડોક સમય પહેલા ગુલાબો સિતાબોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે ફાતિમ બેગમનું પાત્ર ભજવ્યું હતું. ફાતિમા બેગમ, અમિતાભ બચ્ચનના પાત્ર મિર્ઝાની પત્ની હતી, જે 95ની ઉંમરમાં પોતાની હવેલી બચાવવા માટે પોતાના જૂના પ્રેમી સાથે ભાગી જાય છે.

સ્ક્રીન રાઇટર જૂહી ચતુર્વેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફારુખ જફર માટે શોક વ્યક્ત કરતા લખ્યું છે કે, "બેગમ  ગઈ. ના આ જેસા કોઈ થા ઔર ના હોગા. તમારો ખૂબ ખૂબ આભાર અમને સંબંધ જોડવા માટે પરવાનગી આપી. હવે ઇશ્વરના વિશ્વમાં સેફ રહેજો."

કોણ હતાં ફારુખ ઝફર?
ફારુખ ઝફરનો જન્મ 1933માં જૌનપુરના જમીનદાર પરીવારમાં થયો હતો. પછી તેમના લગ્ન એક પત્રકાર અને સ્વતંત્રતા સેનાની સૈયદ મોહમ્મદ ઝફર સાથે થયા. લગ્ન પછી 16 વર્ષની ઉંમરમાં લખનઉ ગયાં હતાં. સૈયદ મોહમ્મદ ઝફરે ફારુખને આગળ ભણવા માટે અને પછી થિયેટર અને ફિલ્મોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યાં. ફારુખ ઝફરે લખનઉ વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશન કર્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી કરી હતી.

આ ફિલ્મી પ્રૉજેક્ટ્સમાં ફારુખે કર્યું હતું કામ
ફારુખ ઝફરે પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાન દ્વારા કરી હતી. આ ફિલ્મમાં તેમણે રેખાની માતાનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ 2004માં તેમમે બીજી ફિલ્મ સ્વદેશમાં કામ કર્યું. પછી પીપલી લાઇવ, ચક્રવ્યૂહ, સુલ્તાન અને તનુ વેડ્સ મનુમાં દેખાઈ હતી. 2019માં તેમણે નારાયણ ચૌહાણની `અમ્મા કી બોલી`માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુલાબો સિતાબો સહિત લગભગ ડઝનેક ફિલ્મોમાં કામ કરનારી ફારુખ ઝફરને 88ની વયે બેસ્ટ સપૉર્ટિંગ એક્ટ્રેસનો એવૉર્ડ પણ મળ્યો હતો. ફારુખ ઝફરની શૉર્ટ ફિલ્મો મેહરૂન્નિસા, રક્સ, કુંદન, નંદી હજી રિલીઝ થવાની બાકી છે.

bollywood news bollywood bollywood gossips entertainment news