ગુજરાતી ડાન્સર અને ઍક્ટ્રેસ ઇન્ડિયાના મહેતા નેટફ્લિક્સની ફિલ્મમાં

03 August, 2020 10:38 PM IST  |  Ahmedabad | Nirali Dave

ગુજરાતી ડાન્સર અને ઍક્ટ્રેસ ઇન્ડિયાના મહેતા નેટફ્લિક્સની ફિલ્મમાં

ઇન્ડિયાના મેહતા

નેટફ્લિક્સની આગામી ડાન્સ-કૉમેડી ફિલ્મ ‘વર્ક ઇટ’ ૭ ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે અને એમાં મૂળ ગુજરાતની અને હાલમાં કૅનેડા સ્થિત ડાન્સર અને ઍક્ટ્રેસ ઇન્ડિયાના મહેતાએ મહત્ત્વનો રોલ કર્યો છે. ઇન્ડિયાનાએ બૅન્ગલોરમાં બેલે ડાન્સની તાલીમ લીધી છે અને આ ફિલ્મમાં તે પ્રિયા નામની ડાન્સરનું જ પાત્ર ભજવે છે. ડાન્સ કરીઅર માટે કૅનેડામાં સ્થાયી થયા બાદ એક ઑડિશન દ્વારા ‘વર્ક ઇટ’માં કામ કરવાની તેને તક મળી.
પોતાના પહેલા મોટા બ્રેક વિશે ઇન્ડિયાના ‘મિડ-ડે’ને કહે છે કે, ‘મેં મારો ડાન્સ-વિડિયો મૂક્યો હતો. એ જોઈને મને ઑડિશન માટે બોલાવવામાં આવી હતી. હું નર્વસ હતી. અમને ઑડિશનમાં ડાન્સ-સ્ટાઇલમાં પર્ફોર્મ કરવાનું કહેવામાં આવ્યું. હું લૉકિંગ-પોપિંગ કે હાઈ ફ્લિપમાં કાબેલ નથી માટે એ કરીને પોતાને મૂંઝવણમાં મૂકવા માગતી નહોતી એટલે મેં ભાંગડા-ગરબા અને જાઝ-ફંક મૂવ્ઝ બતાવ્યાં. એનાથી જજીસ બહુ ઇમ્પ્રેસ થઈ ગયા! ત્યાર બાદ મને રીડિંગ અને રીઑડિશન માટે બોલાવવામાં આવી. પહેલાં મને ટૂંકો રોલ ઑફર થયેલો, પણ ત્યાર બાદ પ્રિયા નામની ઇન્ડિયન-અમેરિકન યુવતીનો રોલ નક્કી થયો, જે પોણી ફિલ્મમાં ક્વીન (ઍક્ટ્રેસ અને સિંગર સબ્રિના કારપેન્ટર)ના મુખ્ય પાત્રની સાથે જ રહે છે.’

bollywood bollywood news bollywood gossips