09 November, 2021 05:22 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
તારે જમીન પર ફિલ્મમાં ઈશાનનું પાત્ર ભજવનાર દર્શીલ સફારી
આમિર ખાન (Aamir khan)ની લોકપ્રિય ફિલ્મ `તારે જમીન પર` તમને યાદ જ હશે. આ ફિલ્મમાં ઈશાનના રોલમાં દર્શીલ સફર (Darsheel safary)જોવા મળ્યો હતો. 2007માં આવેલી આ ફિલ્મમાં ઈશાનનું પાત્ર ભજવનાર દર્શીલે પોતાના અભિનયથી ખુબ જ વાહવાહી મેળવી હતી. ફિલ્મને રિલીઝ થયાને આજે 14 વર્ષ પૂર્ણ થયા છે અને હવે દર્શીલ મોટો થઈ ગયો છે. 24 વર્ષનો દર્શીલ હવે પહેલા કરતાં ખુબ જ સ્માર્ટ અને હેન્ડસમ દેખાઈ છે.
તમે જાણો છે કે દર્શીલ ગુજરાતી છે! તાજેતરમાં આ ગુજ્જુ બોય દર્શીલની એક તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. જે તસવીર જોયા બાદ લોકોને વિશ્વાસ નથી આવતો કે તે ખરેખર ઈશાન છે, જેને તારે જમીન પર ફિલ્મમાં લેખન-વાંચનની સમસ્યા હતી.
દર્શીલ સફારીએ નાની ઉંમરમાં નેશનલ એવોર્ડ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. દર્શીલનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેને બ્લેક કલરના ચશ્મા અને સફેદ ટી-શર્ટમાં જોઈ શકાય છે. આ તસવીર જોયા બાદ લોકો તેને ઓળખી શકતા નથી. જોકે, કેટલાક એવા પણ છે જેમણે દર્શિલને ઓળખી લીધા છે. આ સમયે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેના પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
દર્શીલના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, `તમને જોઈને હજુ પણ લાગે છે કે તમે એટલા જ જીનિયસ છો જેટલા તારે જમીન પર ફિલ્મમાં હતા`. તો બીજાએ લખ્યું કે, `તને જોઈને હું ઓળખી ન શક્યો`. જ્યારે અન્ય એકે તેને પ્રોફેસર ઓફ મની હેઇસ્ટ અને નિક જોનાસનું કોમ્બિનેશન ગણાવ્યું છે.