૨૦૨૦માં ગ્રૅજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતાં હૃતિકે કહ્યું...

07 July, 2020 07:52 PM IST  |  Mumbai Desk | Agencies

૨૦૨૦માં ગ્રૅજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતાં હૃતિકે કહ્યું...

હ્રિતિક રોશન

હૃતિક રોશને ૨૦૨૦માં ગ્રૅજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપતાં જણાવ્યું છે કે હંમેશાં તમારી અંદર નવું શીખવાની ઉત્સુકતા અને વિદ્યાર્થીની લાગણીને કાયમ રાખજો. વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક શબ્દોથી તેમનું મનોબળ વધારવા માટે પોતાનો એક વિડિયો હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. વિડિયોમાં હૃતિક કહી રહ્યો છે કે ‘તમારા માટે આ અઘરો સમય રહ્યો હશે. ઘણીબધી બાબતો માટે તમારે તમારા પર નિર્ભર રહેવું પડશે. તમારા માટે નક્કી આમાંથી કંઈક સારું પરિણામ આવવાનું છે. વર્તમાન સમય કેટલાકને સ્ટ્રૉન્ગ તો કેટલાકને નાજુક બનાવી રહ્યો છે. જોકે મારું માનવું છે કે આ ઘડીમાં ઉદારતાને બળ મળ્યું છે.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘૨૦૨૦માં ગ્રૅજ્યુએટ થયેલા તમામ સ્ટાર્સને શુભેચ્છા. તમારા સપનાની ઉડાનને ખૂબ ઊંચે સુધી ઊડવા દો. આ તો માત્ર શરૂઆત છે. તમે આપેલા બેસ્ટ માટે દરેકને હું શુભકામનાઓ આપું છું. ઝળહળતા રહો, તમારી અંદરની ઉત્સુકતાને જાળવી રાખો, તમારી અંદરના વિદ્યાર્થીને કાયમ રાખો. આશા રાખું છું કે તમારી જર્નીમાં તમારા દરેક સવાલનો જવાબ આપવા માટે તમને ઉત્તમ ટીચર્સ મળી રહે.’

bollywood bollywood news bollywood gossips hrithik roshan