09 January, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલના પિતા
હાલમાં વિકી કૌશલ અને કૅટરિના કૈફે પોતાના દીકરાનું નામ વિહાન કૌશલ રાખ્યું હોવાની સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી વિકી કૌશલના પિતા રાજ કૌશલે સૌશ્યલ મીડિયા પર પોતાના આનંદની લાગણી વ્યક્ત કરીને પૌત્ર પર આશીર્વાદનો વરસાદ કરતાં લખ્યું હતું કે ‘મારો પૌત્ર વિહાન કૌશલ. ભગવાનનો જેટલો પણ આભાર માનું એ ઓછો છે. આશીર્વાદ, આશીર્વાદ અને આશીર્વાદ.’
વિકી અને કૅટરિનાએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેમના દીકરાનો નાનકડો હાથ પકડતી કૅટરિના અને વિકીની ક્યુટ તસવીર છે. આ તસવીર સાથે પ્રાઉડ પેરન્ટ્સે પ્રેમાળ મેસેજ પણ લખ્યો છે.