શ્રીદેવીનું કમબૅક ગ્રૅન્ડ હશે

20 October, 2011 04:35 PM IST  | 

શ્રીદેવીનું કમબૅક ગ્રૅન્ડ હશે

 

 

શ્રીદેવીએ તેની ઍક્ટિંગ-કરીઅર સાઉથની ફિલ્મોથી શરૂ કરી હતી. સાઉથમાં તેની પૉપ્યુલરિટી ઘણી છે અને એ કારણે જ આ ફિલ્મને સાઉથમાં પણ મોટી રિલીઝ આપવામાં આવશે. અત્યારે ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં ચાલી રહ્યું છે અને ફિલ્મનું હિન્દી, તામિલ અને તેલુગુ એમ ત્રણેય ભાષામાં ડબિંગ શ્રીદેવી પોતે જ કરશે. તામિલ તેની માતૃભાષા છે અને તેલુગુ પણ તેને ઘણી ફાવે છે. જોકે હિન્દીમાં ડાયલૉગ-ડિલિવરી પર્ફેક્ટ કરવા માટે તેને હિન્દીના ક્લાસ લેવા પડ્યા હતા.

ફિલ્મમાં શ્રીદેવી એક એવી મહિલાનો રોલ કરશે જે તેના હસબન્ડની આશા અને સ્ટેટસ પ્રમાણેનું વ્યક્તિત્વ નથી ધરાવતી. આ જાણી તે પોતાનામાં બદલાવો લાવવાની કોશિશ કઈ રીતે કરે છે એ આ ફિલ્મમાં બતાવવામાં આવશે.