ગોવિંદાના વાળ નકલી છે

17 June, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્ની સુનીતાએ ખુલાસો કર્યો કે તેનો પતિ હવે હેર-પૅચનો ઉપયોગ કરે છે

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા અવારનવાર ચર્ચામાં રહેતાં હોય છે. બન્નેના છૂટાછેડા અંગે પણ અનેક અહેવાલો સામે આવ્યા હતા પણ હજી એવું થયું નથી. આ પ્રકારની ચર્ચાઓ વચ્ચે હાલમાં સુનીતાએ ગોવિંદાના વાળ અંગે એક રસપ્રદ ખુલાસો કરતાં કહ્યું કે ૬૨ વર્ષના ગોવિંદાના વાળ નકલી છે અને તે હવે પોતાના લુક માટે હેર-પૅચનો ઉપયોગ કરે છે.

ગોવિંદાના હેર-પૅચ વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે ‘હું જ્યારે પહેલી વખત ગોવિંદાને મળી ત્યારે તે ખૂબ જ હૅન્ડસમ લાગતો હતો અને તેના વાળ સંપૂર્ણપણે કુદરતી હતા. ગોવિંદા આજે પણ હૅન્ડસમ છે પણ જ્યારે હું તેને પહેલી વાર મળી હતી ત્યારે તેના વાળ ઓરિજિનલ હતા. હવે તે હેર-પૅચ લગાવે છે. મને નથી લાગતું કે હેર-પૅચ વિશે વાત કરવી ખોટી છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો એનો ઉપયોગ કરે છે. માત્ર અભિનેતાઓ જ નહીં પણ ઘણી અભિનેત્રીઓ પણ અલગ-અલગ પ્રકારના હેર-એક્સ્ટેન્શન અને હેર-પૅચનો ઉપયોગ કરે છે. આજના સમયમાં આ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે.’

govinda sunita ahuja entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz