05 November, 2025 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પોતાની વાત બેધડક કહેવા માટે જાણીતી છે. હાલમાં એક પૉડકાસ્ટમાં સુનીતાએ જણાવ્યું હતું કે ગોવિંદા જ્યોતિષીઓના કહેવા પર એક પૂજા માટે બે લાખ કરતાં વધુ રૂપિયા ખર્ચી નાખે છે અને વારંવાર પૂજા કરાવે છે. સુનીતાએ ખુલાસો કર્યો હતો કે ગોવિંદાના કેટલાક મિત્રો તેને ખોટી સલાહ આપે છે અને પીઠ પાછળ મજાક પણ ઉડાવે છે.
સુનીતાએ ગોવિંદાની આ આદત વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ગોવિંદાનો પણ એક પંડિત છે. તે પૂજા કરાવે છે અને બે લાખ રૂપિયા લે છે. હું ગોવિંદાને કહું છું કે તું જાતે પૂજા કર, કારણ કે પંડિતે કરાવેલા પૂજા-પાઠથી કંઈ ફાયદો નહીં થાય. ભગવાન તો વ્યક્તિએ પોતે કરેલી પૂજાનું જ ફળ આપે છે. હું આ બધામાં માનતી નથી. જો હું દાન આપું કે કંઈ સારું કામ કરું તો હું મારા હાથે જ કરવાનું જ પસંદ કરું છું.’