06 February, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીતા આહુજા
ગોવિંદા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે પણ મળતી માહિતી પ્રમાણે તેની પત્ની સુનીતા આહુજાને બૉલીવુડમાં એક ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. આમ અત્યાર સુધી ઇન્ટરવ્યુ અને પૉડકાસ્ટમાં જોવા મળતી સુનીતા હવે મોટા પડદા પર જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ એકતા કપૂરના પ્રોડક્શન-હાઉસ બાલાજી મોશન પિક્ચર્સના બૅનર હેઠળ બનશે. હાલમાં આ ફિલ્મનું ટાઇટલ ફાઇનલ નથી થયું. ફિલ્મમાં સુનીતા એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે અને એને માટે તે અંદાજે ૨૦ દિવસ સુધી શૂટિંગ કરશે.