પત્ની સુનીતાએ મારી-મારીને દાંત તોડી નાખ્યો કે શું?

20 May, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદાનો તૂટેલા દાંતવાળો વિડિયો વાઇરલ થયો એને પગલે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે

ગોવિંદાનો તૂટેલા દાંતવાળો વિડિયો વાઇરલ થયો છે

ગોવિંદા હાલમાં એક ઇવેન્ટમાં તૂટેલા દાંત સાથે જોવા મળ્યો હતો. ગોવિંદાની આ હાલત જોઈને ફૅન્સને ભારે આંચકો લાગ્યો છે તો કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. ઇવેન્ટના વિડિયો અને તસવીરોમાં ગોવિંદાનો એક દાંત તૂટેલો દેખાઈ રહ્યો છે. જ્યારે ગોવિંદા સ્મિત કરે છે ત્યારે તૂટેલા દાંતનો ભાગ સ્પષ્ટ રીતે નજરે પડે છે. કેટલાક ચાહકોએ એને વધતી ઉંમરની અસર ગણાવી છે, જ્યારે ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ આ વાતને તેની પત્ની સુનીતા આહુજા સાથે જોડીને મજાકમાં પૂછી રહ્યા છે કે સુનીતાએ મારી-મારીને દાંત તોડી નાખ્યો કે શું? 
હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી ગોવિંદા અને સુનીતા આહુજા વચ્ચેના મતભેદોની ચર્ચા સતત થઈ રહી છે ત્યારે હવે આખો મામલો મજાકનો વિષય બની ગયો છે.

govinda sunita ahuja viral videos entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz