ગોવિંદા બનશે યુટ્યુબર નંબર-વન

17 February, 2020 03:33 PM IST  |  Ahmedabad

ગોવિંદા બનશે યુટ્યુબર નંબર-વન

ગોવિંદા

બોલીવુડનો આઈકોનિક સ્ટાર ગોવિંદા એન્ટરટેનર નંબર ૧ છે તેમાં કોઈ બેમત નથી. ૯૦ના દાયકાથી જેનો જાદુ કાયમ છે એવા અભિનેતાએ ૨૦૦૬ પછી કમબેક કરીને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે, ‘પાર્ટનર’ સિવાય કોઈ ફિલ્મ એટલી સફળ થઈ ન હતી. ગોવિંદાના ચાહકો હજુ પણ તેના ડાન્સ અને કૉમેડીના દીવાના છે. પોતાના ચાહક-વર્ગ સાથે કનેક્ટ રહેવા માટે ગોવિંદાએ જાણીતી વિડીયો-શેરિંગ એપ ટિક-ટોક પર અકાઉન્ટ ખોલ્યા બાદ યુટ્યુબ પર ડેબ્યુ કર્યું છે.

‘ગોવિંદા નંબર ૧’ નામની યુટ્યુબ ચેનલ પર તે લોકોનું મનોરંજન કરતો જોવા મળશે. આ ચેનલ અંગે અભિનેતાએ ઑફિશિયલી જાહેરાત કરી હતી અને વેલેન્ટાઈન્સ ડેના ખાસ દિવસે બે ગીતના ઓડિયો રિલીઝ કર્યા હતા. ‘ચલના રોમાન્સ કરે’ અને ‘તુ મેરી ડ્રીમ કમ ટ્રુ’ નામના આ બે ગીત ગોવિંદાએ પોતે ગાયા છે. ગોવિંદાનું કહેવું છે કે, ‘મને સતત પ્રેમ આપનારા ચાહકોને મનોરંજન પૂરું પાડવા માટે સોશિયલ મીડિયા સૌથી સારું મધ્યમ છે.’

govinda youtube bollywood news