આ કોઈ રૂપા-વૂપાની વાત કરવાની જગ્યા નથી

18 July, 2026 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદાની કમબૅક ફિલ્મ વિશે પ્રશ્ન પુછાતાં તેની પત્ની સુનીતા આહુજાએ છણકો કર્યો, હાલમાં ગોવિંદાએ પોતાની કમબૅક ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત કરી હતી. તેણે પ્રેસ-કૉન્ફરન્સ કરીને ફિલ્મ વિશે માહિતી આપી હતી અને ફિલ્મની અભિનેત્રી રાની સ્વર્ણકારનો પરિચય કરાવ્યો હતો.

આ કોઈ રૂપા-વૂપાની વાત કરવાની જગ્યા નથી

હાલમાં ગોવિંદાએ પોતાની કમબૅક ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત કરી હતી. તેણે પ્રેસ-કૉન્ફરન્સ કરીને ફિલ્મ વિશે માહિતી આપી હતી અને ફિલ્મની અભિનેત્રી રાની સ્વર્ણકારનો પણ પરિચય કરાવ્યો હતો. જોકે ગુરુવારે જ્યારે ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને એક કાર્યક્રમમાં આ ફિલ્મ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે એ વિશે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.
સુનીતાને જ્યારે ગોવિંદાની કમબૅક ફિલ્મ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘અહીં કોઈ રૂપા-વૂપા વિશે વાત કરવાની જગ્યા નથી. તમે લોકો માત્ર મારી અને મારા પુત્ર યશવર્ધનની આવનારી ફિલ્મ વિશે જ વાત કરો. એકતા કપૂર અમારી નિર્માતા છે. તેણે આ ફિલ્મ પર ઘણો ખર્ચ કર્યો છે. દરેક જગ્યાએ માત્ર યશવર્ધન અને સુનીતા વિશે જ વાત કરો. બીજા કોઈ વિશે મને કંઈ કહેવું નથી.’
ગોવિંદાએ પોતાની ફિલ્મની જાહેરાત માટે કરેલી પ્રેસ-કૉન્ફરન્સમાં દીકરા યશવર્ધનનાં વખાણ કરતાં કહ્યું હતું કે તે મારા કરતાં પણ વધુ પ્રતિભાશાળી છે અને ભવિષ્યમાં ખૂબ આગળ જશે. આ વિશે સુનીતાએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘તે મારો દીકરો છે અને ખૂબ જ પ્રતિભાશાળી છે. તે ખૂબ સંસ્કારી છે. મેં તેને મોટો કર્યો છે અને તેનું કામ પણ જોયું છે. તે ૧૦૦ ટકા ખૂબ આગળ જશે. તમે લોકો તેના પર પ્રેમ જાળવી રાખજો.’

govinda sunita ahuja yashvardhan ahuja bollywood buzz bollywood controversies bollywood news bollywood gossips bollywood upcoming movie entertainment news