08 August, 2026 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા પોતાની લેટેસ્ટ હિરોઇન સાથે ઍરપોર્ટ પર થઈ ગયો ક્લિક
ગોવિંદા અને ઍક્ટ્રેસ રાની સ્વર્ણકાર ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. ગોવિંદા ઘણી વાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. બીજી તરફ રાની સ્વર્ણકાર પણ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ફિલ્મને કારણે ચર્ચામાં છે. હવે બન્ને કલાકારોને ઍરપોર્ટ પર સાથે જોવામાં આવ્યા બાદ ચાહકો તેમના સંબંધોને લઈને વિવિધ અટકળો લગાવવા લાગ્યા છે.
ઍરપોર્ટ પર ગોવિંદાએ સ્માર્ટ કૅઝ્યુઅલ ઑલ-બ્લૅક લુક અપનાવ્યો હતો તો રાની સ્વર્ણકારે એલિગન્ટ ઑલ-વાઇટ આઉટફિટ પહેર્યું હતું અને સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો. ગોવિંદા અને રાની હાલ તેમની ફિલ્મ ‘રૂપા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.