09 November, 2025 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ વર્ષે રજનીકાન્તે પોતાની કરીઅરનાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં છે.
ગોવામાં ૨૦ નવેમ્બરથી ૨૮ નવેમ્બર સુધી ૫૬મો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) યોજાવાનો છે. આ વર્ષે રજનીકાન્તે પોતાની કરીઅરનાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ સમગ્ર કરીઅર દરમ્યાન નોંધપાત્ર કામ કરવા બદલ આ ફિલ્મ ફેસ્ટિવલમાં સુપરસ્ટાર રજનીકાન્તનું વિશેષ સન્માન કરવામાં આવશે. રજનીકાન્તે માત્ર દક્ષિણ ભારતીય સિનેમામાં જ નહીં, બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ મહોત્સવમાં ૮૧ દેશોની ૨૪૦થી વધુ ફિલ્મો પ્રદર્શન માટે તૈયાર છે. આ સિવાય IFFIમાં ગુરુ દત્ત, રાજ ખોસલા, ઋત્વિક ઘટક, પી. ભાનુમતી, ભૂપેન હઝારિકા અને સલિલ ચૌધરી જેવા દિગ્ગજોને અંજલિ પણ આપવામાં આપવામાં આવશે.