છોકરીઓને તેમની મરજી પ્રમાણે જીવવા માટેની આઝાદી આપવી જોઈએ : અનુષ્કા

12 March, 2020 03:30 PM IST  |  Mumbai Desk

છોકરીઓને તેમની મરજી પ્રમાણે જીવવા માટેની આઝાદી આપવી જોઈએ : અનુષ્કા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનું માનવું છે કે છોકરીઓને તેમની મરજી પ્રમાણે જીવવાની સ્વતંત્રતા મળવી જોઈએ. અનુષ્કાનું કહેવું છે કે ઇરફાનની ‘અંગ્રેઝી મીડિયમ’નાં ‘કુડી નુ નચને દે’ ગીતમાં વુમનહુડને સેલિબ્રેટ કરવામાં આવ્યું છે. એ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘આ ગીત પણ એ જ દેખાડે છે કે છોકરીઓને પોતાની જાતને ઓળખવા માટે આઝાદી આપવી જોઈએ. મારો એક એવા વાતાવરણમાં ઉછેર થયો હતો કે જ્યાં મને હું જે ચાહું એ કરવાની આઝાદી હતી. મારા ડૅડીએ જ મને સ્વતંત્રતા આપી હતી. ભારતનાં અનેક ઘરોમાં આજે પણ કેટલીક છોકરીઓને મુક્તપણે રહેવાની આઝાદી નથી મળતી.’

anushka sharma bollywood bollywood news bollywood gossips