બહારથી આવતી છોકરીઓ સાથે સેક્સ વર્કર્સ જેવો વ્યવહાર કરવામાં આવે છે:કંગના

21 September, 2020 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બહારથી આવતી છોકરીઓ સાથે સેક્સ વર્કર્સ જેવો વ્યવહાર કરવામાં આવે છે:કંગના

કંગના રણોત

અનુરાગ કશ્યપ પર પાયલ ઘોષે લગાવેલા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપને લઈને કંગના રનોટે જણાવ્યું હતું કે બૉલીવુડમાં બહારથી આવતી છોકરીઓ સાથે સેક્સ વર્કર્સ જેવો વ્યવહાર કરવામાં આવે છે. અનુરાગની નિંદા કરતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘અનુરાગને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તેણે પોતે જ સ્વીકાર કર્યો છે કે તે કદી પણ એક જ સમયે એક જ પાર્ટનર સાથે રિલેશનમાં નથી રહ્યો. ત્યાં સુધી કે તેના લગ્નજીવન દરમ્યાન પણ તેનું વર્તન નહોતું બદલાયુ. અનુરાગે જે પાયલ સાથે કર્યું હતું એ બુલીવુડમાં (બૉલીવુડમાં) સામાન્ય બાબત છે. બહારથી આવીને સ્ટ્રગલ કરતી છોકરીઓ સાથે સેક્સ વર્કર્સ જેવું વર્તન કરવું એ સાધારણ વાત બની ગઈ છે.’
સાથે જ પોતાની સાથે થયેલી સતામણી વિશે પણ કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘પાયલ ઘોષ સાથે જે થયું છે એવું મારી સાથે અનેક હીરોએ પણ કર્યું હતું. તેઓ વૅન અથવા રૂમનો દરવાજો બંધ કરતા અથવા તો ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતી વખતે ખરાબ વર્તન કરતા હતા. કામના બહાને ઘરે આવતા અને બળજબરી કરતા હતા.’

kangana ranaut bollywood bollywood news bollywood gossips