ખેડૂત આંદોલનઃ તાપસી પન્નુએ ગિપ્સી ગ્રેવાલને આપ્યો આ જવાબ

05 December, 2020 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખેડૂત આંદોલનઃ તાપસી પન્નુએ ગિપ્સી ગ્રેવાલને આપ્યો આ જવાબ

દેશમાં ખેડૂત આંદોલને ઉગ્ર સ્વરૂપ લીધુ છે એવામાં પંજાબી ગાયક ગિપ્પી ગ્રેવાલે શનિવારે બોલિવૂડની ટીકા કરતા કહ્યું કે, તે એવા સમયે પંજાબની તરફેણમાં ઉભા નથી, જ્યારે રાજ્યના ખેડુતોના વિરોધ દરમિયાન તેમને ટેકો આપવાની સૌથી વધુ જરૂર હતી. કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોના ખેડુતો શનિવારે સતત દિલ્હીની સરહદે ઉભા રહ્યા છે.

ગિપ્પી ગ્રેવાલ તરીકે જાણીતા 37 વર્ષીય રુપિંદર સિંહ ગ્રેવાલએ ટ્વિટર પર લખ્યું છે કે, વર્ષોથી પંજાબે બોલીવુડને ખુલ્લા હાથથી આવકાર્યું હતું, પરંતુ આ મુદ્દે તેમની મૌન દુઃખદાયક હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, પ્રિય બોલીવુડ, હંમેશાં તમારી ફિલ્મો પંજાબમાં ઘણી સફળ રહેતી હતી અને દરેક વખતે તમારું ખુલ્લા હાથથી સ્વાગત કરવામાં આવતું હતું. પરંતુ આજે જ્યારે પંજાબને તમારી સૌથી વધુ જરૂર છે, ત્યારે તમે આવ્યા ન હતા કે તમે એક શબ્દ પણ કહ્યો નહીં. ખૂબ નિરાશ થયો છું.'

અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું કે, સર જે લોકોને તમે આગળ આવવા માટે કહી રહ્યા છો તેમણે કહી નહીં કર્યું તો બીજાને પણ તમે એમા સામેલ કરી શકો નહીં. એવુ નથી કે આપણા જેવા અમૂક સેલેબ્ઝે વખાણ માટે આગળ આવવાની જરૂર છે પરંતુ આવી વાતોથી મનોબળ નબળુ બને છે.

આની સામે ગિપ્પીએ કહ્યું કે, આ ટ્વીટ તાપસી પન્નુ કે અન્ય સેલેબ્ઝ જે અમને સપોર્ટ કરે છે તેમના માટે નથી. મારો વિશ્વાસ કરો કે તમારો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે. હુ તે માટે આભારી છું. મારુ ટ્વીટ એવા લોકો માટે જે પોતાને પંજાબના માને છે અને હવે કઈ બોલી રહ્યા નથી.

તાપસીએ સામે રિપ્લાય કર્યો કે, તમે શું કહેવા માગો છો એ હુ સમજુ છુ પરંતુ ‘બૉલીવુડ’નું નામ લેવુ ખોટુ છે. કારણ કે અમે અમૂક લોકો છીએ જે હંમેશા અવાજ ઉઠાવે છે. અમારામાંથી અમૂક તો પંજાબી પણ નથી તેમ છતાં સાથે ઉભા છે કેમ કે તેઓ ખેડૂતોને માન આપે છે.

taapsee pannu twitter bollywood