28 November, 2022 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્યૉર્જિયા ઍન્ડ્રિઆના અને અરબાઝ ખાન
અરબાઝ ખાન અને ઇટાલિયન મૉડલ જ્યૉર્જિયા ઍન્ડ્રિઆનાને હાલમાં લગ્ન કરવાની કોઈ ઇચ્છા નથી. મલાઇકા અરોરા સાથે ડિવૉર્સ થયા બાદ અરબાઝનું નામ જ્યૉર્જિયા સાથે ચર્ચામાં છે. મલાઇકા અને અરબાઝને અરહાન ખાન નામનો એક દીકરો છે. મલાઇકા અને અર્જુન કપૂર પણ પ્રેમમાં ગળાડૂબ છે. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે અને અનેક વખત સાથે જોવા પણ મળે છે. વાત કરીએ અરબાઝ અને જ્યૉર્જિયાની તો તેઓ ક્યારે લગ્ન કરશે એ જાણવાની તાલાવેલી લોકોમાં ખૂબ છે. જોકે લગ્નની અફવા પર વિરામ મૂકતાં જ્યૉર્જિયાએ કહ્યું કે ‘મેં અગાઉ પણ કહ્યું છે એ પ્રમાણે અમે બન્ને સારાં ફ્રેન્ડ્સ છીએ. જોકે વાત લગ્નની આવે તો પ્રામાણિકપણે કહું કે હાલમાં અમે એના વિશે વિચારતાં નથી. લૉકડાઉને અમને વિચારતાં કરી દીધાં છે. વાસ્તવમાં તો લૉકડાઉન અમુક લોકોને કાં તો નજીક લાવ્યું છે કાં તો અમુકને જુદાં કર્યાં છે.’