બોરો લોકર બિટી લોના ક્રીએટર રતન કાહરને 5 લાખ રૂપિયાની મદદ કરી બાદશાહે

09 April, 2020 04:15 PM IST  |  Mumbai | Agencies

બોરો લોકર બિટી લોના ક્રીએટર રતન કાહરને 5 લાખ રૂપિયાની મદદ કરી બાદશાહે

રતન કાહર અને બાદશાહ

સિંગર બાદશાહે ‘બોરો લોકર બિટી લો’ના ઓરિજિનલ ક્રીએટર રતન કાહરના બૅન્ક અકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. બાદશાહનું નવું ગીત ‘ગેંદા ફૂલ’ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તેની સાથે જૅકલિન ફર્નાન્ડિસ જોવા મળી રહી છે. આ ગીતમાં રતન કાહરે લખેલા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમ છતાં ક્રેડિટ આપવામાં ન આવતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે બાદમાં બાદશાહે તેમને શક્ય એટલી મદદ કરવાની બાંહેધરી પણ આપી હતી. બાદશાહે તેમની સાથે વિડિયો કૉલના માધ્યમથી વાત કરી હતી. તેમની બૅન્ક ડીટેલ્સ લેવામાં આવી હતી. ત્યાર બાદ રતન કાહરના અકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. રકમ મળ્યા બાદ કાહરે બાદશાહનો આભાર માન્યો અને તેને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

badshah bollywood news indian music entertainment news