એક ઈવેન્ટ માટે ગૌરી ખાનની આટલી બધી ફી!!!

27 December, 2011 05:52 AM IST  | 

એક ઈવેન્ટ માટે ગૌરી ખાનની આટલી બધી ફી!!!



ગૌરી ખાન બૉલીવુડમાં કોઈ મોટી ફિલ્મ નથી ધરાવતી કે કોઈ મોટું અચીવમેન્ટ તેના નામ પર નથી. જોકે એક અચીવમેન્ટ જે તેણે ૧૯૯૧માં શાહરુખ ખાનને જીવનસાથી તરીકે મેળવ્યા બાદ હાંસલ કર્યું છે એ જ તેને માટે સૌથી મોટું ગણી શકાય. કિંગ ખાનની વાઇફ હોવાના તમામ ફાયદા તેને મળી રહ્યા છે. કોઈ પણ ઇવેન્ટ ઑર્ગેનાઇઝર્સ માટે તે એટલી જ ફેવરિટ છે જેટલી અનુષ્કા શર્મા કે વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓ. કહેવામાં આવે છે કે ગૌરી ખાન તેના અડધા કલાકના અપીઅરન્સ માટે ૧૫થી ૧૭ લાખ રૂપિયા લે છે.

એમ પણ કહેવામાં આવે છે કે કિંગ ખાનની પૉપ્યુલરિટીએ ગૌરી ખાનને પણ ઘણી પ્રખ્યાત બનાવી છે અને તેનું પણ બૉલીવુડની એક હસ્તી જેટલું જ ઊંચું મહત્વ છે. ફૅશન અને ગ્લૅમર વલ્ર્ડમાં તો ગૌરીએ ઘણો વિકાસ કયોર્ છે. તેની અનોખી ફૅશન-સ્ટાઇલને કારણે એક ફૅશન-આઇકન તરીકે પણ તેને ગણવામાં આવે છે અને એને કારણે જ યુવતીઓમાં તે ઘણી પ્રચલિત છે.

ખબરો અનુસાર ગૌરી બીજા સ્ટારની પત્નીઓ જેમ કે ટ્વિન્કલ ખન્ના કે સુઝૅન રોશન કરતાં ઘણું મોટું બ્રૅન્ડ-નેમ છે.

ઇવેન્ટમાં હાજરી આપવાના ચાર્જ