ગૅન્ગ્સ ઑફ વાસેપુરના બીજા ભાગનું મ્યુઝિક ધનબાદની જેલમાં!!!

16 July, 2012 06:02 AM IST  | 

ગૅન્ગ્સ ઑફ વાસેપુરના બીજા ભાગનું મ્યુઝિક ધનબાદની જેલમાં!!!

પ્રોડ્યુસર અને ડિરેક્ટર અનુરાગ કશ્યપની ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ના પહેલા ભાગની સારીએવી પ્રશંસા કરવામાં આવી છે અને હવે તેઓ એના બીજા ભાગના રિલીઝનું આયોજન કરી રહ્યા છે. તેઓ કોલસાના માફિયા પરની આ ફિલ્મના સંગીતનું પ્રમોશન અલગ અંદાજમાં કરવા માગતા હોવાને કારણે તેમણે આ બીજા ભાગનું મ્યુઝિક બિહારની ધનબાદ જેલમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે આ ફિલ્મના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીનું પાત્ર જે કોલસાના માફિયા ફહીમ ખાન પર આધારિત છે તે માણસ પોતે ધનબાદ જેલમાં સજા કાપી રહ્યો છે.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આ ફિલ્મના પહેલા ભાગનું મ્યુઝિક પણ અલગ અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. એ સમયે ઘણીબધી જીપને રિબન અને ફુગ્ગાઓથી સજાવીને પછી એમાં ફિલ્મનાં ગીતો વગાડીને આખા પટનામાં ફેરવવામાં આવી હતી અને હવે બીજા ભાગનું મ્યુઝિક પણ અલગ અંદાજમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. હવે ફિલ્મમેકર આ બીજા ભાગનું મ્યુઝિક ધનબાદની જેલના પરિસરમાં રિલીઝ કરવા માગે છે અને એ માટે પરવાનગી મેળવવા સત્તાધીશો પાસે અરજી કરી દેવામાં આવી છે.’