મહાભારત પરથી પ્રેરિત છે તાપસીની ગાંધારી

16 April, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ગાંધારી’ એક રિવેન્જ-ડ્રામા છે

તાપસી પન્નુ એક નવા અને અલગ પ્રોજેક્ટ ‘ગાંધારી’ સાથે આવી રહી છે

તાપસી પન્નુ એક નવા અને અલગ પ્રોજેક્ટ ‘ગાંધારી’ સાથે આવી રહી છે. આ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ‘ગાંધારી’માં તાપસી પન્નુ એક એવી માતાનો રોલ નિભાવશે જે પોતાના બાળકની સુરક્ષા માટે લડે છે. આ ફિલ્મમાં તે આંખ પર પટ્ટી બાંધીને જબરદસ્ત ઍક્શન કરતી જોવા મળશે, જે તેના અત્યાર સુધીના તમામ રોલથી એકદમ અલગ હશે.

મહાભારતમાં હસ્તિનાપુરની રાણી ગાંધારીએ પોતાના અંધ પતિ ધૃતરાષ્ટ્ર જેવી જિંદગી જીવવા માટે આખી જિંદગી આંખ પર પટ્ટી બાંધી રાખવાનો નિર્ણય લીધો હતો. આ જ વિચારધારા પરથી ફિલ્મના કેટલાક સીન તૈયાર કરવામાં આવ્યા છે.

‘ગાંધારી’ એક રિવેન્જ-ડ્રામા છે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચમાં પૂર્ણ થઈ ગયું છે અને એ આ વર્ષના અંત સુધી નેટફ્લિક્સ પર રિલીઝ થવાની શક્યતા છે.

taapsee pannu upcoming movie netflix mahabharat entertainment news bollywood bollywood news