12 September, 2023 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ અને ધર્મેન્દ્ર
સની દેઓલ તેના પિતા ધર્મેન્દ્રની તબિયતને ધ્યાનમાં રાખતાં તેમને સારવાર માટે અમેરિકા લઈ જવાનો હોવાની ચર્ચા છે. હાલમાં સની દેઓલ ‘ગદર 2’ની સફળતા માણી રહ્યો છે. જોકે તેના ડૅડીને લઈને વહેલાસર અમેરિકા જવું પડે એમ છે. ધર્મેન્દ્ર સાથે અમેરિકામાં રહીને તેમની પડખે તે ઊભો રહેશે. તેઓ ત્યાં ૧૫થી ૨૦ દિવસ રોકાવાના છે અથવા તો જરૂર પડ્યે વધુ દિવસો પણ રોકાશે. જોકે નજીકનાં સૂત્રો પ્રમાણે લોકોએ વધુ ચિંતા કરવાની જરૂર નથી. ધર્મેન્દ્રની ઉંમર ૮૭ વર્ષની છે અને વધતી ઉંમરને કારણે તકલીફ થઈ રહી છે. આમ છતાં ધર્મેન્દ્રએ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પોતાના પર્ફોર્મન્સથી સૌને ચોંકાવી દીધા હતા.