“કુસ્તી મેં આમિર ઔર સલમાન સંભાલ લેંગે; મૈં પ્યાર કરનેવાલા ઇન્સાન હૂં, કુસ્તી નહીં કરતા”

08 July, 2016 03:30 AM IST  | 

“કુસ્તી મેં આમિર ઔર સલમાન સંભાલ લેંગે; મૈં પ્યાર કરનેવાલા ઇન્સાન હૂં, કુસ્તી નહીં કરતા”



‘સુલતાન’ને જોયા બાદ એમાં મારાં વખાણ કરવા બદલ હું સલમાન ખાનનો આભાર માનીશ.

અબરામ મારા ચાહકોને બચાસ કહીને બોલાવે છે. હું ગઈ કાલે રાતે મોડે સુધી કામ કરી રહ્યો હતો તેથી હું લેટ સૂતો. મને એવું જ લાગતું હતું કે હું સવારે મોડો ઊઠીશ, પરંતુ અબરામે મારા રૂમમાં આવીને મને કહ્યું કે ‘Papa bachaas are here.’ તે મને મારા રૂમમાંથી બહાર લઈ આવ્યો હતો.

જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સલમાન ખાનના ઘરનું ખાવાનું ખૂબ જ અદ્ભુત હોય છે. તેથી હું, સલમાન અને આમિર એકબીજા સાથે વાતચીત કરીને ઈદ ક્યાં સેલિબ્રેટ કરવી એ નક્કી કરીશું.

હૃતિક રોશન અને રાકેશજી જ્યારે શૂટિંગમાંથી ફ્રી થશે ત્યારે અમે ‘રઈસ’ અને ‘કાબિલ’ની ટક્કર વિશે નક્કી કરીશું.

મારાં તમામ બાળકો મારા માટે સ્પેશયલ છે; કારણ કે આર્યન મારું સૌથી પહેલું બાળક છે, સુહાના મારી દીકરી છે એટલે અને અબરામ સૌથી નાનો છે એટલે.આર્યન ફિલ્મ-સ્કૂલમાં જઈ રહ્યો હોવાથી હું તેને બૉલીવુડની અને હૉલીવુડની ક્લાસિક ફિલ્મો બતાવીશ. મેં તેના માટે એક ફોલ્ડર તૈયાર રાખ્યું છે.

અમે ઈદ પર ઘરે કોઈને ગિફ્ટ નથી આપતા, પરંતુ સફેદ કપડાં પહેરીએ છીએ. મારાં બાળકોને કુરતા-પાયજામા પહેરવામાં મુશ્કેલી પડે છે.

હું ઓછું ખાઉં છું અને દિવસમાં ત્રણ-ચાર વાર સ્નાન કરું છું. હું રોજ ૩૦ મિનિટ કસરત કરું છું જેથી હું ફિટ રહી શકું અને મારાં બાળકો આર્યન અને અબરામ સાથે ફુટબૉલ રમી શકું.

હું દુબઈ અને લંડનમાં સાઇકલ પર નીકળું છું, પરંતુ મુંબઈમાં નહીં. સલમાનના કહેવાથી હું તેની સાથે સાઇકલ પર નીકળ્યો હતો. સાઇકલ પર મારા ઘરે આવ્યા બાદ મેં મારી કારમાં સલમાનને પાછો મોકલ્યો હતો.

ગયા વર્ષે મારી અસહિષ્ણુતાની કમેન્ટથી ઘણી મોટી કન્ટ્રોવર્સી થઈ હતી તેથી આ વર્ષે હું એવી કોઈ કમેન્ટ કરવા નથી માગતો જેનાથી મારી ઈદ ખરાબ થાય.

હું આદિત્ય ચોપડા સાથે છેલ્લા એક વર્ષથી ફિલ્મ વિશે વાતચીત કરી રહ્યો છું, પરંતુ મીડિયામાં જે ફિલ્મ વિશે વાત ચાલી રહી છે એ ફિલ્મ નથી. આદિત્ય મારી સાથે હંમેશાં તેની ફિલ્મની સ્ટોરી વિશે વાત કરે છે, પરંતુ એમાં તે મને પસંદ નથી કરતો.

હું ઇમ્તિયાઝ અલીની ફિલ્મનું શૂટિંગ અનુષ્કા શર્મા સાથે ઑગસ્ટમાં શરૂ કરીશ અને આ ફિલ્મ ‘ગાઇડ’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં નથી આવી રહી.

મેં કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’ હજી સુધી નથી જોઈ, પરંતુ એનું ટાઇટલ-સૉન્ગ સાંભળ્યું છે જે ખૂબ જ અદ્ભુત છે.

મને મારા પપ્પા ઈદ પર ઈદી તરીકે અગિયાર રૂપિયા આપતા હતા.