Zakના ઘરે આવશે નાનકડો મહેમાન?

14 October, 2020 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Zakના ઘરે આવશે નાનકડો મહેમાન?

તસવીર સૌજન્યઃ સાગરીકાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ ઓપરેશન્સ ઝહીર ખાન (Zak)એ તાજેતરમાં જ પોતાનો 42માં જન્મદિવસની ઉજવણી કરી હતી. હાલ તે યુએઈમાં છે.

ઝેકની સાથે પત્ની અભિનેત્રી સાગરિકા ઘાટગે (Sagarika Ghatge)એ લૂઝ આઉટફીટ પહેર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, સાગરિકા હાલ પ્રેગ્નેન્ટ છે. જોકે આ કપલે કોઈ જાહેરાત કરી નથી. સાગરિકાએ ઝહિર ખાનના બર્થ ડેના દિવસે સોશ્યલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી કે, ‘મારો બેસ્ટફ્રેન્ડ, મારો પ્રેમ અને સૌથી નિઃસ્વાર્થ વ્યક્તિ જેને હું જાણું છું, મને અપનાવવા માટે આભાર. ફક્ત હું જ નહીં પણ બધાને ખબર છે કે તારા વગર હું ક્યાંક ખોવાઈ ગઈ હોત. હૅપ્પી બર્થ ડે હસબન્ડ. તને એ બધી જ વસ્તુ મળે જેની તને ઈચ્છા છે અને એનાથી પણ વધુ મળે. લવ યું.’   

ઝહીર અને સાગરિકાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા.

zaheer khan bollywood entertainment news