ફોરેન લેન્ગ્વેજની ફિલ્મો વધુ વાસ્તવિક અને કળાત્મક હોય છે : ઇમ્તિયાઝ અલી

28 November, 2019 10:46 AM IST  |  Goa

ફોરેન લેન્ગ્વેજની ફિલ્મો વધુ વાસ્તવિક અને કળાત્મક હોય છે : ઇમ્તિયાઝ અલી

ઈમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલીને ફોરેન લેન્ગ્વેજની ફિલ્મો વધુ વાસ્તવિક અને કલાત્મક લાગે છે. તેણે ગોવામાં આયોજિત ૫૦માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ‘ધ કન્ટેમ્પરરી ફિલ્મ મેકર્સ ઑફ ડિફરન્ટ જનરેશન’નાં સેશનમાં પોતાનાં વિચાર વ્યક્ત કર્યા હતાં. ઇમ્તિયાઝને ઇંગ્લીશ ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસર, સ્ક્રીન રાઇટર અને એડિટર ડેવિડ લીનનું કામ ખૂબ પસંદ છે. ફોરેનની ફિલ્મોની પ્રશંસા કરતાં ઇમ્તિયાઝે કહ્યું હતું કે ‘મારા મતે ફોરેન લેન્ગ્વેજની ફિલ્મો વધુ યથાર્થવાદી, સારી રીતે બનાવેલી અને કળાત્મક હોય છે. એથી અમે એને એન્જૉય કરીએ છીએ. ભાષા કરતાં હું ફિલ્મોનાં ડિરેક્ટર્સને અનુસરુ છું. હું ડેવિડ લીનની ફિલ્મો વધારે જોઉં છું. હિન્દી ફિલ્મોની વાત કરું તો મને બિમલ રૉય, વિજય આનંદ, રાજ કપૂરની ફિલ્મો ખૂબ ગમે છે. હાલમાં તો કન્ટેમ્પરરી ફિલ્મ મેકર્સ એક બીજાનાં ફ્રેન્ડ્સ છે અને એથી હું તેમની બધી ફિલ્મો જોઉં છું. અનુરાગ બાસુ, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, રાજુ હીરાણી અને અન્ય પણ ઘણાં ફિલ્મ મેકર્સની ફિલ્મો જોઉં છું.’
બૉલીવુડમાં પણ એવી ફિલ્મો જોવા મળી રહી છે એ વિશે ગર્વ વ્યક્ત કરતાં ઇમ્તિયાઝે કહ્યું હતું કે હિન્દી સિનેમામાં હીરો હોય કે ના હોય, પરંતુ એ પાત્ર પર હવે ભરોસો બેસે છે અને તે વાસ્તવિક પણ દેખાય છે.
૮૦ અને ૯૦નાં દાયકાની ફિલ્મ મેકિંગની પ્રશંસા કરતાં ઇમ્તિયાઝે કહ્યું હતું કે ‘એ સમયનાં ડિરેક્ટર્સ એટલા તો અદ્ભુત શોટ આપતાં હતાં કે આજનાં સમયમાં જોવા નથી મળતું. એનાં માટે માત્ર એક પર નહીં, પરંતુ કેટલાય લોકો પર આધાર રાખવામાં આવતો હતો. દરેક વ્યક્તિ સીનની એ ગંભીરતાને જાળવી રાખતી હતી. એક જ દૃશ્યમાં અનેક પરિબળોનો સમાવેશ કરવામાં આવતો હતો. જો તમે રાહુલ રવૈલ અથવા તો જે. પી. દત્તાની અથવા તો રમેશ સિપ્પીની ‘શોલે’ જુઓ તો ખ્યાલ આવશે કે એમાં તમને ઍક્ટિંગ, કૅરૅક્ટરાઇઝેશન, પાત્રનાં કપડાં, ઍક્શન, ઝડપથી દોડતા ઘોડાઓ અને લોકો પડી રહ્યા છે એ બધુ હોવાની સાથે દૃશ્યમાં ઇમોશન પણ જોવા મળતાં હતાં. એ ફિલ્મોમાં મને ડેવિડ લીનની શૈલી દેખાય છે. ક્યારેક વિચારું છું કે હું એવી ફિલ્મ બનાવું જેમાં આ બધું જોવા મળે.’

imtiaz ali goa entertaintment