મિસિસ સિરિયલ કિલરના વર્ચ્યુઅલ પ્રીમિયર માટે સજીધજીને બેઠી આમિરની ફૅમિલી

03 May, 2020 06:08 PM IST  |  Mumbai Desk | Agencies

મિસિસ સિરિયલ કિલરના વર્ચ્યુઅલ પ્રીમિયર માટે સજીધજીને બેઠી આમિરની ફૅમિલી

આમિર ખાનનું પરિવાર

આમિર ખાન તેની ભાણી ઝૈન મૅરીની પહેલી વેબ-ફિલ્મ ‘મિસિસ સિરિયલ કિલર’ના વર્ચ્યુઅલ પ્રીમિયર માટે વાઇફ કિરણ રાવ, દીકરી ઇરાની સાથે તૈયાર થઈને બેઠો હતો. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ, મોહિત રૈના અને જેક્લિન ફર્નાન્ડિઝ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર શુક્રવારે રિલીઝ કરવામાં આવી હતી. એથી શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ સૌકોઈ તૈયાર થઈને બેઠા હતા. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ઇરાએ કૅપ્શન આપી હતી કે ‘અને આવી રીતે શરૂઆત થાય છે. ઝૈન મૅરી તને ખૂબ પ્રેમ કરું છું. મને તારા પર ગર્વ છે અને તારા માટે હું ખૂબ ખુશ છું. ક્વૉરન્ટીન હોય કે ના હોય, ખરાબ અઠવાડિયું હોય કે સારું વર્ષ હોય. આપણે હંમેશાં બધા તબક્કે સાથે જ છીએ પછી એ સારું હોય કે ભયાનક હોય. ફૅન્સ પોસ્ટર પર ગ્રીલિંગ અને રેડ કાર્પેટ પર તને એમ્બરેસિંગ કરે છે. મને ખૂબ દુઃખ થાય છે કે હું પ્રત્યક્ષ રીતે તારી સાથે નથી. જોકે મને પૂરી ખાતરી છે કે પંચગનીમાં લોકો તને ચિયર કરતા હશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તારા કરીઅરની શરૂઆત કરવા માટે તને શુભકામના.’

bollywood bollywood news bollywood gossips aamir khan