જિનિલિયાએ પતિ રિતેશને વર્લ્ડનું બેસ્ટ ક્રીએશન જણાવ્યું

18 December, 2018 05:12 PM IST  | 

જિનિલિયાએ પતિ રિતેશને વર્લ્ડનું બેસ્ટ ક્રીએશન જણાવ્યું

જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ

જિનિલિયા દેશમુખે ગઈ કાલે રિતેશ દેશમુખના બર્થ-ડે પર તેને વર્લ્ડનું બેસ્ટ ક્રિએશન જણાવતાં તેની પ્રશંસા કરી હતી. આ બન્નેની જોડી મરાઠી ફિલ્મ ‘માઉલી’ના એક ગીતમાં ડાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રિતેશ મુખ્ય ભૂમિકામાં છે. બન્નેએ ‘તુઝે મેરી કસમ’ ફિલ્મથી બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. એ વખતની યાદોને વાગોળતાં જિનિલિયાએ પતિને બર્થ-ડેની શુભેચ્છા આપી હતી. જિનિલિયાએ ઇન્સ્ટાગ્રામ પર બન્નેનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘ડિયર, મને આજે પણ ‘તુઝે મેરી કસમ’ના સેટ પરના તારા બર્થ-ડેનું સેલિબ્રેશન યાદ છે. એ વાતને ૧૭ વર્ષ વીતી ગયાં છે.

સમય ખૂબ ઝડપથી પસાર થઈ ગયો. આટલાં વર્ષોમાં મને તારા અનેક બર્થ-ડે સેલિબ્રેટ કરવાની તક મળી છે. તારો બર્થ-ડે હંમેશાં મારા માટે એક સ્પેશ્યલ દિવસ બની રહેશે, કારણ કે આ એ જ દિવસ છે જ્યારે વિશ્વને બેસ્ટ ક્રીએશન મળ્યું છે. આ ક્રીએશન એટલે મારો હસબન્ડ જેણે લાઇફના દરેક ઉતાર-ચડાવમાં મને સાથ આપ્યો છે. આઇ લવ યુ અને હું તને કેટલો પ્રેમ કરું છું એ જણાવવા માટેની એક પણ તક નહીં છોડું. હૅપી બર્થ-ડે.’

genelia dsouza riteish deshmukh