સલમાનના ઘરનું ફૂડ બૉલીવુડનું સ્વાદિષ્ટ ભોજન હોય છે : મહેશ માંજરેકર

10 July, 2023 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારો દીકરો ગે રિલેશનશિપમાં હશે તો પણ હું તેનો સ્વીકાર કરીશ : મહેશ માંજરેકર

મહેશ માંજરેકર અને સલમાન ખાન

મહેશ માંજરેકરે જણાવ્યું છે કે સલમાન ખાનના ઘરનું ફૂડ બૉલીવુડનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હોય છે. મહેશ માંજરેકરે ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’માં સલમાનને અને તેની બહેન અર્પિતાના હસબન્ડ આયુષ શર્માને ડિરેક્ટ કર્યો હતો. સલમાનને તે દિલથી મિડલ ક્લાસ હોવાનું જણાવે છે. તેને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને કોના ઘરનુ જમવાનું પસંદ છે? તો એનો જવાબ આપતાં મહેશ માંજરેકરે કહ્યું કે ‘મને સલમાનના ઘરનું ભોજન ગમે છે. તેને પણ તેના ઘરનું મસાલેદાર ફૂડ પસંદ છે. તેને ટેસ્ટ જોઈએ છે. સલમાન ડાયટ્સની ચિંતા નથી કરતો. તેને મસાલેદાર ભોજન ગમે છે. મને તેના ઘરનું જમવાનું ગમે છે. સંજય દત્તના ઘરે ઓછું મસાલેદાર હોય છે, પરંતુ સલમાનના ઘરે ભોજનમાં સારી રીતે મસાલા ઉમેરવામાં આવે છે.’

મારો દીકરો ગે રિલેશનશિપમાં હશે તો પણ હું તેનો સ્વીકાર કરીશ : મહેશ માંજરેકર

મહેશ માંજરેકરે જણાવ્યું છે કે જો તેનો દીકરો ગે રિલેશનશિપમાં હશે તો પણ તેનો તે સ્વીકાર કરશે. મહેશ માંજરેકર ઘણાં વર્ષોથી સિનેમા સાથે જોડાયેલો છે. તેનો મરાઠી વેબ શો ‘એકા કાળેચે મણિ’ જિયો સિનેમા પર દેખાડવામાં આવી રહ્યો છે. એની સ્ટોરી મિડલ ક્લાસ ફૅમિલી, તેમના આદર્શો અને પરંપરાને દેખાડે છે. જોકે સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે શોનાં કૅરૅક્ટર્સ હોમોસેક્સ્યુઍલિટીનો સામનો કરે છે. હોમોસેક્સ્યુઍલિટીનો સ્વીકાર કરતાં મહેશ માંજરેકરે કહ્યું કે ‘એક સમય હતો જ્યારે લોકો આવા રિલેશનશિપ્સનો સ્વીકાર નહોતા કરતા. એને કારણે સુસાઇડના અનેક કેસ બહાર આવતા હતા. જોકે આજે એનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. આજે જો મારો દીકરો મને આ‍વીને કહે કે તે ગે રિલેશનશિપમાં છે તો હું એનો સ્વીકાર કરીશ, કારણ કે એ તેની પસંદગી છે અને તેની લાઇફ છે. તેને જેમ જીવવું છે એમ તેને જીવવા દઈશ. સાથે જ મારી દીકરી પણ આવો એકરાર કરશે તો પણ હું તેને સ્વીકારીશ.’

Salman Khan mahesh manjrekar bollywood news bollywood gossips bollywood entertainment news