સુપરહિટ Fa9laના સિંગર ફ્લિપરાચીનો ભારત પ્રવાસ હાલ પૂરતો કૅન્સલ

13 March, 2026 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધુરંધર’ના સુપરહિટ ગીત ‘Fa9la’થી રાતોરાત ભારતમાં લોકપ્રિય થયેલો બાહરિનનો રૅપર ફ્લિપરાચી ૧૪ અને ૧૫ માર્ચે બૅન્ગલોરના ‘UN40 મ્યુઝિક ઍન્ડ બિયૉન્ડ’ ફેસ્ટિવલ અને ૧૩ માર્ચે મુંબઈના ફીનિક્સ માર્કેટસિટીની ઇવેન્ટમાં ભાગ લેવાનો હતો.

સુપરહિટ Fa9laના સિંગર ફ્લિપરાચીનો ભારત પ્રવાસ હાલ પૂરતો કૅન્સલ

‘ધુરંધર’ના સુપરહિટ ગીત ‘Fa9la’થી રાતોરાત ભારતમાં લોકપ્રિય થયેલો બાહરિનનો રૅપર ફ્લિપરાચી ૧૪ અને ૧૫ માર્ચે બૅન્ગલોરના ‘UN40 મ્યુઝિક ઍન્ડ બિયૉન્ડ’ ફેસ્ટિવલ અને ૧૩ માર્ચે મુંબઈના ફીનિક્સ માર્કેટસિટીની ઇવેન્ટમાં ભાગ લેવાનો હતો. જોકે મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિને કારણે તેનું ભારત આવવું હાલ પૂરતું કૅન્સલ થયું છે અને હવે ફ્લિપરાચી ભારત નહીં આવે, એના કારણે તેના ફૅન્સ નિરાશ થયા છે. સારેગામા ઇન્ડિયાએ એક સત્તાવાર નિવેદન કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે સુરક્ષા અને મુસાફરી સંબંધિત મુશ્કેલીઓને કારણે ફ્લિપરાચી આ સમયે પ્રવાસ કરી શકશે નહીં.

dhurandhar bollywood buzz bahrain bollywood news bollywood gossips bollywood entertainment news