ગુરુ દત્તની જન્મશતાબ્દી નિમિત્તે દેશભરમાં તેમની પાંચ ફિલ્મો દર્શાવવામાં આવશે

25 July, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મોને 4Kમાં રીસ્ટોર કરવામાં આવી છે જે દર્શકોને મોટા પડદે ગુરુ દત્તની કલાત્મક દૃષ્ટિનો અનુભવ કરવાની દુર્લભ તક આપે છે.

ગુરુ દત્ત

૧૯૨૫ની ૯ જુલાઈએ બૅન્ગલોરમાં જન્મેલા દિગ્ગજ ફિલ્મમેકર અને અભિનેતા ગુરુ દત્તની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ૮થી ૧૦ ઑગસ્ટ દરમ્યાન ભારતભરમાં એક ભવ્ય થિયેટ્રિકલ રેટ્રોસ્પેક્ટિવનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્ટ્રા મીડિયા ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપ અને NFDC-NFAI (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન-નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા) દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં દેશભરનાં ૨૫૦થી વધુ સિનેમાઘરોમાં ગુરુ દત્તની પાંચ આઇકૉનિક ફિલ્મોનું 4Kમાં રિસ્ટોર્ડ વર્ઝન પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મો છે ‘પ્યાસા’, ‘આર-પાર’, ‘ચૌદહવીં કા ચાંદ’, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ અને ‘બાઝ’. આ રેટ્રોસ્પેક્ટિવનો હેતુ ગુરુ દત્તની ફિલ્મોને આધુનિક દર્શકો, ખાસ કરીને ફિલ્મના વિદ્યાર્થીઓ, સિનેફાઇલ્સ અને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ ફિલ્મોને 4Kમાં રીસ્ટોર કરવામાં આવી છે જે દર્શકોને મોટા પડદે ગુરુ દત્તની કલાત્મક દૃષ્ટિનો અનુભવ કરવાની દુર્લભ તક આપે છે.

guru dutt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news