જોઈ લો સિતારે ઝમીન પરનો ફર્સ્ટ લુક

07 May, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પૅનિશ ફિલ્મ ચૅમ્પિયન્સ પરથી બનેલી આ ફિલ્મ ૨૦ જૂને રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે

‘સિતારે ઝમીન પર’

૨૦૦૭ની સુપરહિટ ફિલ્મ ‘તારે ઝમીન પર’ની સીક્વલ ‘સિતારે ઝમીન પર’ વિશે દર્શકોમાં ભારે એક્સાઇટમેન્ટ છે અને હવે આ ફિલ્મની રિલીઝ-ડેટ જાહેર થઈ ગઈ છે. હાલમાં આ ફિલ્મનું પહેલું ઑફિશ્યલ પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે અને સાથે જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ૨૦ જૂને થિયેટર્સમાં રિલીઝ થશે. આ નવા પોસ્ટરમાં આમિર ખાન સાથે ૧૦ નવા ચહેરા પણ દેખાઈ રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક આકર્ષક છે અને હવે દર્શકો એની સાથે જોડાયેલી બીજી વસ્તુઓ જાણવા તલપાપડ છે. 

‘સિતારે ઝમીન પર’માં આમિર ખાનની સાથે જેનેલિયા દેશમુખ પણ જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન આર. એસ. પ્રસન્નાએ કર્યું છે જે પહેલાં ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. આ ફિલ્મનાં ગીતો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યાં છે જ્યારે સંગીત શંકર-એહસાન-લૉયનું છે. ૨૦૧૮માં આવેલી સ્પૅનિશ ફિલ્મ ‘ચૅમ્પિયન્સ’ પર આધારિત ‘સિતારે ઝમીન પર’માં શારીરિક-માનસિક પડકારોનો સામનો કરતા એવા ૧૦ લોકોની વાત છે જેમને એક વ્યક્તિ એવો અહેસાસ કરાવે છે કે હમ ભી કુછ કમ નહીં. સ્પૅનિશ ફિલ્મ ‘ચૅમ્પિયન્સ’માં બૌદ્ધિક અક્ષમતા ધરાવતા પ્લેયર્સની બનેલી એક બાસ્કેટબૉલ ટીમની વાત છે જે ૧૯૯૯થી ૨૦૧૪ સુધીમાં બાર સ્પૅનિશ ચૅમ્પિયનશિપ જીતી હતી. એક સજાના ભાગરૂપે એક બાસ્કેટબૉલ કોચને જ્યારે આ ટીમની જવાબદારી સોંપાય છે ત્યારે તે કઈ રીતે તેમને ચૅમ્પિયન બનાવે છે એની વાર્તા આ ફિલ્મમાં કહેવાઈ છે. ૯૧માં ઑસ્કર અવૉર્ડ્‍સમાં બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મની કૅટેગરીમાં સ્પેન તરફથી આ ફિલ્મને મોકલવામાં આવી હતી.

aamir khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news