Orry: “તું શું કામ કરે છે?” આખરે આનો ઓરીએ એવો જવાબ આપ્યો કે લોકો માંડ્યાં હસવા

23 November, 2023 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Orry: ઓરીને તેની નોકરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહું કે તે `પોતાના પર જ કામ કરી રહ્યો છે` આ સાથે જ તેણે તે `લિવર` હોવા અંગેની ટિપ્પણી કરી હતી.

ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરીની ફાઇલ તસવીર

ઓરી (Orry)નું નામ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સમાંથી એક છે. ઘણીવાર ઓરીને સેલેબ્સ સાથે પાર્ટી કરતા અથવા પાપારાઝીની સામે પોઝ આપતા તમે જોયો હશે. જ્યારે ઓરી અંબાણીના ઘરે જોવા મળ્યો હતો ત્યારે તો લોકોને તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુકતા જાગી ગઈ હતી.

સોશિયલ મીડિયા ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી (Orry) માટે ખૂબ જ ક્રેઝી હોય છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે કોણ છે? આ સાથે જ ઓરીના ઈન્ટરવ્યુના વીડિયો પણ સમયાંતરે વાયરલ થતા હોય છે. તાજેતરમાં જ એક પોર્ટલ સાથેની તેમની વાતચીતનો એક અંશ આનંદી મીમ્સ માટે ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે.

`તમે નોકરી કરવા જાઓ છો. તો તમે નોકરી કરનાર છો. તમે ચિત્ર બનાવો છો, તો તમે ચિત્રકાર છો. હું જીવંત છું, હું લીવર છું. હા, હું એક લીવર છું," ઓરીએ વીડિયોમાં આવું કહ્યું હતું. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોના અંશને લઈને ઓનલાઈન પ્લેટફોર્મ પણ ઘણા મેમ્સ અને જોક્સ બનાવવામાં આવી રહ્યા છે. બોલિવૂડના સ્ટાર ઓરીના આ વીડિયો બાદ તેને લઈને જોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઓરી (Orry) સોશિયલ મીડિયા પર ઉદ્યોગની કેટલીક મોટી હસ્તીઓ સાથે પણ જોવા મળે છે, જેમાં ઓરહાન અવત્રામાણી, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, ન્યાસા દેવગન અને આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. આ લોકો સાથે અવારનવાર ઓરી દેખાતો હોય છે.

સોશિયલાઈટ ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી, જેમણે એકવાર કહ્યું હતું કે જ્યારે તેઓને તેમની નોકરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહું કે તે `પોતાના પર જ કામ કરી રહ્યો છે` આ સાથે જ તેણે તે `લિવર` હોવા અંગેની તેમની ટિપ્પણી કરી હતી. આ જ ક્લિપ ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. 

તાજેતરના જ એક ઇન્ટરવ્યુમાં ઓરી (Orry)એ તેના જીવન અને સાહસો વિશે વાત કરી હતી. પરંતુ તે આજીવિકા માટે શું કરે છે તે જાહેર કર્યું નહોતું. ચૅટની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જ્યાં ઓરીને એમ કહેતા સાંભળી શકાય છે, “હું જીવું છું, હું લીવર છું. હું અહીં જીવવા આવ્યો છું, હું જીવી રહ્યો છું. હા હું લીવર છું. ઓરીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્લિપને ફરીથી પોસ્ટ કરીને લખ્યું, “હું ક્યારેય ઇચ્છતો નથી કે ‘ભાઈ તુ કરતા ક્યા હૈ’ ફરી ક્યારેય પૂછવામાં આવે.

ઓરી (Orry)ની આ ટિપ્પણી પર નેટીઝન્સે રમૂજી પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝર્સે તો લખ્યું કે, “શ્રીમંત બાળકો લીવર છે. અમે એપેન્ડિક્સ છીએ!!” અન્ય એક યુઝરે લખ્યું, "હું એક બાળક છું અને હું નિદ્રા લઉં છું, તેથી હું અપહરણ કરનાર છું." એક યુઝર્સે તેને "નારાયણ મૂર્તિનું સૌથી ખરાબ સ્વપ્ન!" એમ લખ્યું હતું.

social media bollywood news bollywood gossips bollywood entertainment news