ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાના પિતા તેજનાથ ઝાનું 95 વયે નિધન

26 July, 2023 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha)ના પિતા તેજનાથ ઝાનું 95 વર્ષની વયે મંગળવારે સવારે પટના (Patna)માં અવસાન થયું હતું. તેઓ રાજ્ય સરકારના કલ્યાણ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા હતા.

પ્રકાશ ઝા (ફાઈલ તસવીર)

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha)ના પિતા તેજનાથ ઝાનું 95 વર્ષની વયે મંગળવારે સવારે પટના (Patna)માં અવસાન થયું હતું. તેઓ રાજ્ય સરકારના કલ્યાણ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેઓ થોડા મહિનાઓથી બીમાર હતા તેવી માહિતી મળી રહી છે.

તે પશ્ચિમ ચંપારણ જિલ્લાના ચનપટિયા બ્લોકના બધરવા ગામમાં રહેતા હતા. નિવૃત્તિ બાદ તેઓ પટનાના એજી કોલોની સ્થિત તેમના ઘરે રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર પટનાના બંસઘાટ સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. તેમના મોટા પુત્ર ફિલ્મ નિર્માતા દિગ્દર્શક પ્રકાશ ઝાએ પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. 

મળતી માહિતી મુજબ તેઓ થોડા મહિનાઓથી બીમાર હતા. તેમનો નાનો પુત્ર પ્રભાત ઝા તેમની સાથે રહેતો હતો. તેઓને પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી હતી. એક દિવસ પહેલા જ તેઓએ પોતાના નિવાસસ્થાને આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેમના નિવાસસ્થાને તેમના માટે ICUની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં તેમના નિધનના સમાચાર મળતા ગામમાં શોક ફેલાઈ ગયો હતો. મોટી સંખ્યામાં બૌદ્ધિકો, સામાજિક કાર્યકરો સહિત મહાનુભાવોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

બંદિશ, મૃત્યુદંડ, રજનીતિ, અફરન, દામૂલ, ગંગાજલ, શૂલ જેવી સુપરહિટ હિન્દી ફિલ્મોના નિર્માતા, દિગ્દર્શક અને લેખક પ્રકાશ ઝા દરેક વખતે ફિલ્મો દ્વારા સામાજિક-રાજકીય પરિવર્તનની આશા સાથે બોક્સ ઓફિસ પર દેખાય છે. તેમની હિંમત અને પ્રયત્નો સિનેમા ઉપર જોઈ શકાય છે.

તેમની પ્રથમ ફિલ્મ `દામુલ` દ્વારા તેમણે ગ્રામ પંચાયત, જમીનદારી, સવર્ણ અને દલિત સંઘર્ષની કથાને લોકો સામે રજૂ કરી હતી. ત્યારબાદ તેઓએ સામાજિક મુદ્દાઓને લઈને ફિલ્મો બનાવી. આજે તે એક સફળ નિર્માતા અને દિગ્દર્શક છે.

પ્રકાશ ઝાને આજે સૌ કોઈ ઓળખે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓએ સંઘર્ષમય જીવન વિતાવ્યું હતું. પ્રકાશ ઝા ફિલ્મ નિર્માતા બનતા પહેલા ચિત્રકાર બનવાનું સપનું જોતા હતા. આ સપનું પૂરું કરવા માટે તેણે દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ છોડી દીધો. ત્યાર બાદ મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું. આ દરમિયાન પ્રકાશ ઝાને `ડ્રામા`નું શૂટિંગ જોવાનો મોકો મળ્યો અને ફિલ્મમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું.

હાલમાં પ્રકાશ ઝા એક વેબ સિરીઝ પર કામ કરી રહ્યા છે. આ વેબસીરિઝની વાત કરવામાં આવે તો `લાલ બત્તી` નામનું આ એક સામાજિક-રાજકીય ડ્રામા હશે. આ સિરીઝ નાના પાટેકર (Nana Patekar)ના વેબ ડેબ્યુને ચિહ્નિત કરશે. મળતી માહિતી અનુસાર આ શ્રેણી 1990ના દાયકાની છે, જેમાં નાના પાટેકર વકીલમાંથી રાજકારણી કઈ રીતે બન્યા તે રોલ ભજવતા જોવા મળશે અને સંજય કપૂર તેમના નજીકના સહયોગીની ભૂમિકા ભજવશે.

prakash jha nana patekar patna bollywood news bollywood gossips bollywood web series entertainment news