બિગ બૉસ 14માં સામેલ થવાની અટકળોને વિરામ આપ્યો ફિલ્મમેકર ઓનીરે

23 July, 2020 10:19 PM IST  |  Mumbai Desk | Agencies

બિગ બૉસ 14માં સામેલ થવાની અટકળોને વિરામ આપ્યો ફિલ્મમેકર ઓનીરે

ઓનીર

ફિલ્મમેકર ઓનીરે જણાવ્યું છે કે ‘બિગ બૉસ 14’માં તે સામેલ થવાનો છે એ વિશે તેને કોઈ માહિતી નથી. આ શોનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. જોકે કોઈના નામની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી. એક વેબસાઇટે આ શોમાં આવનારા લોકોનાં નામોની ઘોષણા કરી દીધી છે. એ લિસ્ટ પ્રમાણે મિશલ રાહેજા, સંગીતા ઘોષ, અવિનાશ મુખરજી, શિરીન મિર્ઝા, જય સોની, નિખિલ ચિનપ્પા અને સુગંધા મિશ્રા પણ શોમાં જવાનાં છે. પોતાનું નામ વાંચીને ટ્વિટર પર ઓનીરે ટ્વીટ કર્યું હતું કે ‘બિગ ન્યુઝ. હું સવારે જાગ્યો તો વાંચવા મળ્યું કે હું ‘બિગ બૉસ 14’નો કન્ટેસ્ટન્ટ છું. એની મને કોઈ માહિતી નથી.’

Bigg Boss entertainment news bollywood bollywood news bollywood gossips television news