ફિલ્મકાર મેઘના ગુલઝારે દીપિકાને લખ્યો લાગણીભર પત્ર

03 March, 2019 03:09 PM IST  |  મુંબઈ

ફિલ્મકાર મેઘના ગુલઝારે દીપિકાને લખ્યો લાગણીભર પત્ર

મેઘના ગુલઝારનો દીપિકાને પત્ર

લક્ષ્મી નામની યુવતી પર થયેલા એસિડ અટેક પર આધારિત ફિલ્મ છપાકથી પહેલી વાર મેઘના ગુલઝાર અને દીપિકા પહેલીવાર એક સાથે આવી રહ્યા છે. ફિલ્મમાં દીપિકા પહેલા ક્યારેય ન જોવા મળી હોય તેવા અવતારમાં જોવા મળી રહી છે. ફિલ્મનું શૂટિંગ ચાલું થઈ ગયું છે.

મેઘના ગુલઝારે દીપિકાની ઑફિશિયલ વેબસાઈટ પર એક પત્ર લખ્યો છે. જેને તેમણે નામ આપ્યું છે, 'ગર્લ-વુમન'. દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવાની હા કેવી રીતે પાડી તેનું મેઘનાએ વર્ણન કર્યું છે.
પત્રમાં મેઘનાએ લખ્યું છે,
એ નસીબદાર ક્ષણ હતી જ્યારે મેં દીપિકા સાથે મીટિંગ કરવાનું પુછ્યું. તે પહેલા મેં મારી જાતને અનેક વાર કહ્યું હતું કે તે આવા પ્રકારની ફિલ્મ કરવા માટે રાજી નહીં થાય. અને તે નહોતી.
ત્રણ ભારે ફિલ્મો કર્યા બાદ તે કાંઈક હળવી, રોમેન્ટિક ભૂમિકા કરવા માંગતી હતી.
જ્યારે મારી ફિલ્મ એસિડ હુમલા પર આધારિત હતી.
એક એવી મહિલાની વાત હતી જેણે હુમલા બાદ પણ અનન્ય તાકાત અને હિંમત બતાવી.
મને લાગ્યું કે આ ભૂમિકા માટે દીપિકા જ યોગ્ય છે. દીપિકાએ આ ફિલ્મ, પાત્ર અને મને દિલ પર લઈ લીધા. દીપિકા મજાક કરતા કહે છે કે, આ ફિલ્મ માટે તેણે એટલા માટે હા પાડી કારણ કે તેના એક સીનમાં તેને કાચી કેરી નિમક અને મરચાં સાથે ખાવા મળી રહી હતી.
અમેરિકન લેખક મિન્નાના શબ્દોમાં-"સુંદર સ્ત્રી આંખોને આકર્ષે છે, શાણી સ્ત્રી સમજશક્તિને જ્યારે નિર્મળ સ્ત્રી આત્માને આકર્ષે છે."
દીપિકામાં આ તમામ ગુણો છે.
અને અંદરથી તેમાં, એક શક્તિશાળી યુવતી- હ્રદયથી બાળક છે, જેને કેરીનો સ્વાદ માણવો ગમે છે.

આ પણ વાંચોઃ રણવીરની એનર્જીનું સિક્રેટ દીપિકાને પણ નથી ખબર

છપાક લક્ષ્મી નામની યુવતીને એકતરફી પ્રેમીએ તેના પર કરેલા એસિડથી હુમલા પર આધારિત ફિલ્મ છે. જેમાં દીપિકા મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે વિક્રાંત મેસી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.