બીએમસીના કામની ખૂબ પ્રશંસા કરી હંસલ મહેતાએ

07 March, 2021 03:05 PM IST  |  Mumbai | Agency

બીએમસીના કામની ખૂબ પ્રશંસા કરી હંસલ મહેતાએ

હંસલ મહેતા

ફિલ્મમેકર હંસલ મહેતાએ બીએમસીના કામકાજની ખૂબ પ્રશંસા કરી છે. તેમના ઘરે કામ કરતી મહિલાને કોરોના થયો હતો. ત્યાર બાદ બીએમસીએ તેની ખૂબ દરકાર રાખી હતી એવું તેમણે જણાવ્યું હતું. એથી બીએમસીને ટૅગ કરીને ટ્વિટર પર હંસલ મહેતાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારી હાઉસહેલ્પ ગયા મહિને કોરોના પૉઝિટિવ થઈ હતી. તે હવે સ્વસ્થ થઈ ગઈ છે. તેણે અમને જણાવ્યું હતું કે કેવી રીતે બીએમસીએ તેની અને તેની ફૅમિલીની કાળજી રાખી હતી. અતિશય કાળજી, ક્વૉરન્ટીન સુવિધાઓ અને જાણવા મળ્યું છે કે બીએમસીના કર્મચારીઓએ ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું હતું.’

હંસલ મહેતાના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં બીએમસીએ ટ્વીટ કર્યું હતું કે ‘હંસલ મહેતા, તમારી પ્રશંસા બદલ ધન્યવાદ. અમને એ વાતની ખૂબ ખુશી છે કે તે રિકવર થઈને હવે સ્વસ્થ છે. અમારો ઉદ્દેશ છે કે કોઈ પણ નાગરિક કોરોનાને કારણે રિકવરી માટે કોઈ તકલીફનો સામનો ન કરે.’

hansal mehta bollywood bollywood news